આજે વેલિંગ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ વન-ડે

0
7

ભારત સિરિઝમાં ૩-૧થી આગળ,મેચ સવારે ૭.૩૦ વાગ્યે શરુ થશે
આજની વન-ડેમાં ધોનીનુ થશે પુનરામગન
વેલિંગ્ટન,તા.૨
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચ રવિવારે વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમ પાંચ વર્ષ પછી આ ગ્રાઉન્ડ ઉપર રમશે. અહીંયા ભારત ત્રણમાંથી એક મેચ જીત્યું છે, એક હાર્યું છે જયારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. છેલ્લે ૨૦૧૪ના મુકાબલામાં ન્યુઝીલેન્ડે ૮૭ રને મેચ જીતી હતી, ૨૦૦૯માં રિઝલ્ટ આવ્યું ન હતું અને ૨૦૦૩માં ભારતે ૨ વિકેટે મેચ જીતી હતી. ભારત પાંચ મેચની સિરીઝમાં ૩-૧ થી આગળ છે.
વર્લ્ડકપ પહેલા વિદેશી ધરતી ઉપર ભારતની આ છેલ્લી વનડે છે. તે બાદ ભારત કિવિઝમાં ત્રણ ટી-૨૦ રમશે. તેના પછી ૨૪ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા ભારતના ઘર આંગણે ૫ વનડે અને ૨ ટી-૨૦ રમશે. ૨૩ માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. ૩૦ મેથી વર્લ્ડકપ શરૂ થશે.
ભારતીય ટીમ જા આવતીકાલની મેચ જીતશે તો એશિયાની બહાર ટેસ્ટ રમતા દેશ સામે પહેલી વાર ૪-૧ ના અંતરથી સિરીઝ પોતાના નામે કરશે. ભારત ૧૯૯૭ અને ૨૦૦૬માં પાકિસ્તાન અને ૨૦૦૯ અને ૨૦૧૨માં શ્રીલંકા સામે ૪-૧ થી જીત મેળવી ચૂક્યું છે. આમ ભારત પાંચમી વાર ૪-૧થી સિરીઝ જીતશે.
પાંચમી અને અંતિમ વન ડેમાં ધોનીને ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી બેટિંગ કોચ સંજય બાંગરે પુષ્ટિ કરી છે. બાંગરે કહ્યું કે, ધોની પૂરી રીતે ફિટ છે અને તે પાંચમી વન ડે રમશે. ધોની ટીમમાં આવવાથી મિડલ ઓર્ડરને મજબૂતી મળશે. જે કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં નબળી લાગી રહ્યો છે.
ટીમ ઇન્ડિયન :
રોહિત શર્મા (કેપ્ટ્‌ન), શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલિલ એહમદ, મોહમ્મદ શમી, વિજય શંકર, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા
ટીમ ન્યુઝીલેન્ડઃ
કેન વિલિયમ્સન (કેપ્ટ્‌ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલીન ડી ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લેથમ, કોલીન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, ઈશ શોધી, ટિમ સાઉથી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY