સુરતમાં લઘુત્તમ ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું
સુરત, તા.૩૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થયો હતો. આજે સવારથી પવનની દિશા ઉત્તરના બદલે પૂર્વે દિશાની થતા ઠંડીથી નજીવી રાહત મળી હતી. તેમ છતાં નવસારીમાં ૮ અને વલસાડમાં ૯ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાવા પામી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા અને હવાનું દબાણ ૧૦૨૦.૨ મલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરમાં ગતરોજની સરખામણીએ આજે ૨ ડિગ્રી તાપમાન ઓછુ થયું છે, પરંતુ પવનની દિશા બદલતા આજે ગતરોજ કરતા ઓલી ઠંડી અનુભવાઈ હતી. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૮.૫ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૨.૫ ડિગ્રી નોંધાયુ હતું. નવસારીમાં સડસડાટ ૪ ડિગરી તાપમાનનો પારો ઘટતા ઠંડીનો ચમકારો વધ્યો છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી નોîધાયું છે જે ગતરોજની ૧ ડિગ્રી ઓછું છે. આજે ૩૧ ડિસેમ્બરની અત્રે ઉત્સવઘેલાઓ ઈશુના નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્ના છે. તેઓને ઠંડીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




