ન્યુ દિલ્હી,તા.૨૪
મેસેજિંગ એપ વોટસએપે ભારત માટે ફરિયાદ ઉકેલ અધિકારીની નિમણૂક કરી છે. આ અધિકારી પર ઉપયોગકતાર્ઓ દ્વારા ફેલાવાતા ફેક ન્યુઝ સહિત અન્ય ફરિયાદો અને ચિંતાઓ દૂર કરવાની જવાબદારી રહેશે. સરકાર તરફથી નકલી સમાચારો ફેલાતાં અટકાવવા માટે વોટસએપ પાસે કરવામાં આવેલી માગણીઓ પૈકીની આ મુખ્ય માગણી હતી જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
ફેસબુકની માલિકીવાળા વોટસએપે પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત કરી છે કે કોમલ લાહિરી ભારતમાં કંપનીની ફરિયાદ ઉકેલ અધિકારી તરીકે કાર્યરત રહેશે. તેમને યુઝર્સ ઈ-મેઈલ અને પત્ર લખીને ફરિયાદો કરી શકશે. લાહિરીની લિંકડઈન પ્રોફાઈલ અનુસાર તે વોટસએપના વૈશ્વિક ગ્રાહક પરિચાલન અને સ્થાનીયકરણમાં વરિષ્ઠ ડાયરેક્ટર છે. જા કે વોટસએપના પ્રવક્તા સાથે સંપર્ક કરવા પર તેણે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે એટલું જકહ્યું હતું કે કંપનીની સાઈટ પર સાર્વજનિક રીતે જારી પ્રશ્નોત્તરમાં આ અંગેની જાણકારીઓ રહેલી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદ ઉકેલ અધિકારીની નિમણૂક ઓગસ્ટના અંતમાં કરવામાં આવી હતી. વોટસએપ પર જા કોઈને ખોટા અહેવાલો પ્રસારિત થઈ રહ્યાનું લાગે કે તેઓ તુરંત જ કંપનીને ફરિયાદ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



