અમદાવાદ,તા.૫
જો કોઈને ૪૪૦ વોલ્ટનો કરંટ લાગે તો પણ તેનુ જીવન બચી શકતુ નથી પરંતુ તમે માની શકો છો કે કોઈ વ્યક્તીને ૧૧ હજાર વોલ્ટનો કરંટ લાગે અને તે જીવી જાય, પરંતુ આ ચમત્કાર થયો છે અમદાવાદમાં હ્રદયમાં ૧૧ હજાર વોલ્ટનો કરંટ લાગ્યા બાદ પણ ૧૪ વર્ષના કિશોરનુ હ્રદય ફરીવાર ધબકતું થયું છે. રાજસ્થાનના જોધપુર જીલ્લાના મથાણીયા ગામનો રહેવાસી આ કિશોરને અમદાવાદમાં નવું જીવન મળ્યુ છે. ૧૪ વર્ષીય કિશોર દિનેશ પરીહાર સાથે એવી ઘટના બની કે કિશોર તેના પિતા સાથે તેના ફાર્મમાં ગયો હતો. વરસાદની સીઝન હતી અને દિનેશને ખ્યાલ ન રહેતા તેણે ૧૧ હજાર વોલ્ટના વાયરને હાથમાં પકડી લીધો, અને પછી શું તે વાયરના કરંટથી તેના હાથ અને આંગળીઓ બળીને રાખ થઈ ગઈ અને પછી તે વાયર તેના હૃદય પર પડ્યો અને તે શોક એટલો ગંભીર હતો કે હૃદયમાં અને તેની આસપાસ એક વેત જેટલો વર્તુળકાર ખાડો પડી ગયો અને હૃદયના અંદર તથા આસપાસનો મહ્તવનો ભાગ બળીને રાખ થઈ ગયો.
દિનેશ પરીહાર કે જેને હાલમાં નવજીવન મળ્યુ છે તેની સાથે અમે વાત કરી તેણે જણાવ્યું કે ‘મારા ફાર્મમાં મારા પિતાજી અને હુ બન્ને ગયા હતા. ત્યારે હું ટ્યૂબવેલ ચાલુ કરવા ગયો હતો. વરસાદની સીઝન હતી તો ત્યાંની વાયરીંગને મેં મારા હાથથી પકડી લીધી હતી. ૧૧ હજાર વોલ્ટનો કરંટ હતો મને ખબર નહતી મારી આંગળીઓ બધી જ બળી ગઈ અને ખરાબ થઈ ગઈ. અને પછી તે વાયર મારા હાર્ટ પર પડ્યો અને હાર્ટમાં ખાડો પડી ગયો’
આ સ્થિતિમાં આજ દિન સુધી કોઈ દર્દીનું હૃદય તેનુ જીવન ફરીવાર ધબક્તુ થયુ હોય તેઓ આ પ્રથમ કિસ્સો છે. જોધપુરના સ્થાનિક તબીબોની સામે જ્યારે આ કેસ આવ્યો ત્યારે તેમણે હાથ ઉંચા કરી લીધા અને પછી દિનેશને અમદાવાદ ખાતે સારવાર માટે લાવવામા આવ્યો, અને ૩ તબીબોની ટીમ જેમાં પ્લાસ્ટીક સર્જન અને બર્ન્સ સ્પેશિયાલિસ્ટ , સર્જન અને ક્રિટીકલ કેર નિષ્ણાંતે આ ચેલેંજ ઉપાડી અને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તેનું આૅપરેશન કરવામા આવ્યું. આજે તબીબોનુ કહેવુ છે કે દિનેશ ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ શકે છે. તેને હાર્ટ કે શ્વાસ લેવામા કોઈ તકલીફ નહી થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



