ધર્મેન્દ્ર અને શત્રુગન સિંહા ૨૦ વર્ષ બાદ સાથે જોવા મળશે

0
25

‘યમલા પગલા દિવાના, ફિરસે’માં ધર્મેન્દ્ર વકીલ અને શત્રુગન સિંહા જજના રોલમાં જોવા મળશે
મુંબઈ,તા.૮
બે ટોચના સિનિયર અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુગન સિંહા વીસેક વર્ષના ગાળા બાદ ફરી એકવાર પરદા પર સાથે દેખાશે એવી જાણકારી મળી હતી.
આ બંને હાલ ધર્મેન્દ્રની યમલા પગલા દિવાના ફિર સે ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. શત્રુગન સિંહા આ ફિલ્મમાં જજનો રોલ કરે છે જ્યારે ધર્મેન્દ્ર વકીલના રોલમાં છે. તાજેતરમાં બંનેએ સાથે એક સીન શૂટ કર્યો હતો. ધર્મેન્દ્રે જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે મારા માટે શત્રુગન નાનાભાઇ જેવો છે. વરસોથી અમે સાથે કામ કર્યું નહોતું. આ ફિલ્મે અમને બંનેને ફરી એક કર્યા છે.
ધરમ અને શત્રુગને સૌ પ્રથમ ઋષીકેશ મુખર્જીની હિટ ફિલ્મ ગુડ્ડીમાં મહેમાન રોલ કર્યા હતા. ત્યારબાદ ઝીલ કે ઉસ પાર (૧૯૭૩)માં પહેલીવાર સાથે ચમ્ક્યા હતા.
એ પછી તો બંને ઘણી ફિલ્મોમાં સાથે દેખાયા હતા જેમ કે દોસ્ત, બ્લેકમેલ, તીસરી આંખ વગેરે. હાલ બંને ભાજપના સાંસદ છે અને બંને પોતપોતાના મતવિસ્તારમાં સારાં કામો કરી રહ્યાં છે. જો કે ધર્મેન્દ્રે ફિલ્મોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતું જ્યારે શત્રુગને વચ્ચે થોડો સમય ફિલ્મોથી દૂર રહ્યો હતો.
યમલા પગલા દિવાના ફિર સે કોમેડી ફિલ્મ યમલા પગલા દિવાના ફિલ્મની સિક્વલ છે. એેમાં મૂળ ફિલ્મની જેમ ધર્મેન્દ્ર એના બંને અભિનેતા પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ સાથે ચમકી રહ્યો છે. આ સિક્વલ આ માસની આખરે રજૂ થવાની છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY