મુંબઈ,તા.૮
ફિલ્મ સર્જક મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્યારેય હવે હું સેક્સ્યુલ કોમેડી નહીં કરું. મારે જુદી જુદી જેનરની ફિલ્મો બનાવવી છે.
અગાઉ ગ્રાન્ડ મસ્તી અને ક્યા કૂલ હૈં હમ થ્રીના સંવાદો લખનારા અને સની લિયોનીને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ મસ્તીઝાદેંનું ડાયરેક્શન સંભાળનારા મિલાપ ઝવેરીએે વધુમાં કહ્યું કે સેક્સ્યુલ કોમેડી ફિલ્મો કરીને હું થાકી ગયો છું. આવી ફિલ્મો બનાવવાનું કામ ચેલેંજિંગ હોય છે. બહુ સંભાળી સંભાળીને કામ કરવું પડતું હોય છે.
‘મને સેક્સ કોમેડી ફિલ્મો સામે કોઇ વાંધો વિરોધ નથી પરંતુ મને પોતાને હવે એ ટાઇપની ફિલ્મોમાં રસ રહ્યો નથી’ એમ મિલાપ ઝવેરી કહ્યું હતું.
જો કે અગાઉ મિલાપે એક વિલન અને શૂટ આઉટ એટ વડાલા જેવી ફિલ્મો પણ લખી હતી અને એ હિટ પણ નીવડી હતી. એમણે કહ્યું કે સતત એક પ્રકારની ફિલ્મો કરવાથી માનસિક રીતે થાકી જવાય છે. હવે મારે જુદી જુદી જેનરની ફિલ્મો કરવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





