સ્વીપ અંતર્ગત દૂધધારા ડેરી ભરૂચના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન

0
16

ભરૂચ જિલ્લામાં  મહત્તમ મતદાન થાય તે માટે સ્‍વીપ અંતર્ગત મતદાર જાગૃતિના યોજાઇ રહેલા કાર્યક્રમો

ભરૂચઃ(મંગળવાર):- લોકસભા – ૨૦૧૯ ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્‍યારે ભરૂચ લોકસભા બેઠક પર મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્‍વીપ નોડલ અધિકારી નવનીત મહેતા અને તેમની ટીમ ખુબ સારો પ્રયત્‍ન કરી રહી છે. સ્‍વીપ અંતર્ગત દુધધારા ડેરી – ભરૂચના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍વીપ નોડલ અધિકારીએ સૌને મતદાન કરવાની અપીલ કરી હતી. લોકશાહી તંત્રની આધારશિલા તરીકે મતદાર પોતાના મતનું મહત્‍વ સમજે અને અન્‍યને પણ મતદાન કરવા પ્રેરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્‍થિત સૌને વીવીપેટ મશીન અને ઇવીએમની સમજ આપી નિદર્શન કરાવવામાં આવ્‍યું હતું. ડૉ. દિવ્‍યેશભાઇ પરમારે વીવીપેટ ની ઝીણવટપૂર્વકની સમજ આપી હતી.

તદ્‌અનુસાર ઉક્‍ત નિમાયેલા નોડલ અધિકારી ધ્‍વારા જિલ્લાના વિધાનસભા મતવિભાગમાં મતદાર જાગૃત્તિ અંગેના પ્રસંગોપાત વિવિધ કાર્યક્રમો યોજીને પ્રત્‍યેક મતદાર મતદાન કરે તેવા પ્રચાર-પ્રસાર દ્વારા મહત્તમ મતદાન થાય તેવા અનેકવિધ કાર્યક્રમો યોજીને મતદાર જાગૃત્તિ કેળવી રહ્‍યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY