ભુજ ખાતે માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર બાદ સ્વગૃહે પરત
ભુજ, સોમવાર
ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ડૉ. મહેશભાઇ પી. ટીલવાણીના માર્ગદર્શન હેઠળ અને ગાંધીધામની ટી.સી.સી. સંસ્થા દ્વારા ઉર્મિલાબેનને અત્રેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ તેના કાઉન્સેલીંગ દરમિયાન તેઓ રાજસ્થાનના શિયાનગઢના હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓના પરિવારનો સંપર્ક કરતાં તા. ૧૭-૩-૨૦૧૯ના રોજ તેમના ઉર્મિલાબેનના પતિ તેમને લેવા માટે આવ્યા હતા. રાજસ્થાનથી આવેલા ઉર્મિલાબેનના પતિએ જણાવ્યું હતું કે તેઓ ૮ વર્ષ બાદ તેમની પત્નીને મળ્યા છે અને તેમની પત્ની મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
સુપ્રીટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ ડૉ. પાટણકર, સોશ્યલ વર્કર રસિલાબેન કોઠીવાડ, મયુરીબેન ગઢવી, નર્સિંગ સ્ટાફ સિસ્ટર અને પ્રકાશભાઇ જોષી. ડ્રાઇવર રાજેન્દ્રસિંહ જાડેજા, અટેન્ડેન્ટ વગેરેની મહેનત દ્વારા ઉર્મિલાબેન ૮ વર્ષ બાદ સ્વગૃહે પરત મોકલાવાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



