સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદીરે હનુમાન જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

0
36

લોક ડાયરો તથા મંદીરના પરિસરમાં સૌ પ્રથમવાર લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે

બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે આગામી તારીખ-૧૯.૪
૨૦૧૯ ના રોજ હનુમાન જયંતી હોય.જે અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જ્યારે હનુમાનજી મંદિરમાં સૌ પ્રથમવાર ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે આ પ્રસંગે તારીખ-૧૮.૪.૨૦૧૯ ને ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે લોક ડાયરો રાખવામાં આવ્યો છે જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હાસ્યકલાકાર દિગુભા ચુડાસમા તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરાની રમજટ બોલાવશે.જ્યારે હનુમાન જયંતીના દિવસે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સવારે ૫.૧૫ કલાકે મંગળા આરતી,7 કલાકે શણગાર આરતી,સમૂહ યજ્ઞનો પ્રારંભ,૯.૩૦ કલાકે અભિષેક દર્શન,બપોરે ૧૧.૩૦ કલાકે અન્નકુટ આરતી સહીત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. હનુમાન જયંતીની ઉજવણી અંગે સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ પરંપરાગત હનુમાન જયંતીની ધામધુમથી કરવામાં આવે છે આ વર્ષે પણ વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતીના દિવસે દેશ-વિદેશથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા આવનાર છે સેવક સમુદાય દ્વારા હનુમાન જયંતીની ઉજવણીની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY