સુરત, તા.૧૧
દિકરીની બહેનપણી ઉપર પરિણીત પુરૂષે બળાત્કાર ગુજાર્યો હતો. ત્રણેક વર્ષ પહેલાં નવરાત્રિ સમય દરમિયાન બનેલી આ ઘટના સંદર્ભે પીડિતાએ ફરિયાદ નોંધાવતા સરથામા પોલીસે ઈપીકો કલમ ૩૭૬ (એ), ૩૫૪, પોસ્કો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા પાણીની ટાંકી પાસે દિવ્યકુંજ એપાર્ટમેન્ટમાં રહેતાં રત્નકલાકાર ભદ્રેશભાઈ ભેંસાણીયાએ પોતાની દિકરીની બહેનપણી ઉપર નજર બગાડી હતી. દિકરીને મળવા આવતી ફરિયાદી યુવતીને આરોપી ભદ્રેશ ભેંસાણીયાએ નવરાત્રિના સમયે રૂમમાં બોલાવી ડરાવી ધમકાવી બળાત્કાર ગુજારી શરીર સાથે અડપલા કર્યા હતા. આ બનાવ બન્યો ત્યારે ફરિયાદી પીડિતા સગીર વયની હતી. ત્રણેક વર્ષ પછી નોîધાયેલી આ ફરિયાદ સંદર્ભે સરથાણા પોલીસ સ્ટેશન પીએસઆઈ એ.એલ. પરમારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



