કહે છે કે સરકાર ચુટાયેલો પક્ષ નથી ચલાવતો પરંતુ આઇ.એ.એસ- આઈપીએસ કક્ષાના મોટા મોટા અધિકારીઓ ચલાવે છે. તેમની પસંદગી આકરી પરીક્ષા પછી થાય છે અને મસૂરી માં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી પ્રશાસનિક અકાદમીમાં તેમને સરકાર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. ત્યાથી શીખીને તેઓ ભીન્ન ભીન્ન રાજ્યોમા જાય છે અને કલેકટર કે સચિવ વગેરે બનીને સરકાર ચલાવે છે. તેઓ પાંચ વર્ષ માટે નથી હોતા. ચુટાઈ ગયેલા પક્ષની સરકાર પાંચ વર્ષ માટે હોય છે, પરંતુ આઇ.એ.એસ ઓફીસર સમય અનુસાર સરકાર માં રહે છે, અને ચૂંટાયેલ પક્ષની સરકારને ચલાવે છે. એજ રીતે એક મહિલા આઈ.એ.એસ અધિકારી છે નિધી ચૌધરી. મહારાષ્ટ્ર કેડરમાં છે. તેમણે ટ્વીટમા એવુ કહીને પોતાનું અસલી રૂપ બતાવ્યું કે ગાંધીજીના ફોટો નોટ પરથી હટાવો….. ગાંધીજીની મૂર્તિઓ હટાવો… તેમના નામનુ સડકો છે તે પણ હટાવો….. તેમને કોઈ જરૂર નથી… ૩૦- ૧- ૧૯૪૮ માટે આભાર ગોડસે….!! વાંચ્યુંને આપે…. નિધિ કોઈ રાજકીય નેતા નથી, નિધિ કોઈ પ્રજ્ઞા સાધ્વી નથી, નિધિજી એક એવી ઓફીસર કે જેમની પસંદગી યુ પી એસ સી એ કેટલીએ પરીક્ષાઓ લઈને તેમને પાસ કર્યા અને મસુરીની અકાદમીમાં તેમને સરકાર ચલાવવાની તાલીમ આપવામાં આવી. સવાલ એ છે કે શુ નિધીજીને મસુરીની અકાદમીમાં આવુજ શીખવાડવામાં આવ્યું છે કે ગાંધીજી નહીં પરંતુ તેમના હત્યારા ગોડસે મહાન છે…?
આખરે એવું તો શું થાય છે કે આના કારણે આવા ઉચ્ચ અધિકારીઓ આવું પોતાનું અસલી રૂપ બતાવે છે….? શું નિધિ સંઘી છે…..? શું તે ગોડસે પરિવારથી છે…..? નિધિ ૨૦૧૨ની બેચની છે એટલા માટે હોઈ શકે છે કે તેમના પર ગોડસે મહામંડળ નો રંગ ચડ્યો હોય. કેમ કે ગોડસે ભક્તિ કેટલાક વષ્રોથી વધી છે.જે વધતા વધતા અહીંયા સુધી પહોંચી ગઈ કે ગોડસેને મહાન રાષ્ટ્રભક્ત બતાવવા વાળો પક્ષ ચૂંટણીમાં જીતી્ જાય છે. તેઓ હવે કાયદા બનાવવાવાળી સંસદમાં બેસસે, અને કાનૂન બનાવશે જ્યારે કે તેમના પર કાયદો તોડવાનો સંગીન આરોપ છે. ગોડસેની વાત નીકળી તો આ સાધ્વીજીને તો યાદ કરવા જ જાઈએ અને જ્યારે આવા કોઈ ઉચ્ચ અધિકારી ની વાત ચાલશે તો નિધી ચૌધરીને પણ યાદ કરવી પડશે હવે….?
ગાંધીજી અંગે આવી નકારાત્મક વિચાર રાખવાવાળી નિધિ ચૌધરી એકલી ના હોઈ શકે. લાગે છે કે સમગ્ર જાત અને ફસલ ગોડસેનો મહિમા ગાવા માટે ઉગાડવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે વિવાદ વધી ગયા પછી ફક્ત તેમની બદલી કરી દીધી. તેમની વિરુદ્ધ કોઈ કાયદા અનુસાર કાર્યવાહી કદાચ નહીં કરી હોય કેમ કે સરકારમાં બેઠેલા લોકોની માનસિકતા બધા જાણે છે. ગાંધીજીથી ભાજપા અને સંઘ પરિવાર વેર રાખે તો જાણે કે તે પહેલાથીજ તેમની વિરૂધ્ધ છે. પરંતુ નિધી ચૌધરી જેવા ઉચ્ચ અધિકારી ગોડસેને પૂજે તો તે સરકારમાં કોનું ભલુ કરતી હશે….? ગાંધીજીના નામથી ચાલતી મનરેગા યોજનામાં તેમણે કેટલાને રોજગારીના અવસર આપ્યા હશે…? આ એક ટેસ્ટ કેસ હોવો જોઈએ. સરકાર તો નહી કરે પરંતુ મનોવૈજ્ઞાનિકોએ આનો અભ્યાસ કરવો જાઈએ કે નિધિ જેવા ઉચ્ચ અધિકારીને કયા આધાર પર પરીક્ષામાં ચૂંટવામાં આવ્યા…..? પ્રથમ ટેસ્ટમા તેમને ગાધીજી અંગે કાંઈક તો પૂછવામાં આવ્યું હશે તો એ સમયે શું જવાબ આપ્યો છે એ પણ જાણવું જાઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શપથ પહેલા ગાંધીજીની સમાધિ ઉપર જઈને નમન કર્યું અને કેન્દ્રની આધીન આવવાવાળી અધિકારીએ ગાંધીજીની મૂર્તિઓ હટાવવાની માંગ કરી. આ એક ખતરનાક વિચાર છે. આને અર્બન ગોડસે નકસલી નામ આપવું હશે. આ એક ભયાનક વાયરસ છે જે ગાંધીજીના ગુજરાતમાં પણ પહોંચી ચૂક્યો છે. ગોડસે નક્સલી ખતરનાક વિચાર રાખવાવાળાઓને સરકાર પાઠ ભણાવે. ભારતમાં ગોડસે નક્સલી નકારાત્મક વિચારે જન્મ લીધો છે તેને કચડી નાખવામાં નહીં આવે તો શું થશે…..? કેટલીએ નિધીઓ પળાશે અને ગાંધીવિચારને ખોખરો કરી દેશે. હે રામ, નિધિ જેવાને માફી ના મળવી જોઈએ, કેમ કે તે ભલીભાતી જાણે છે કે તેમણે શું લખ્યું…. શા માટે લખ્યું અને વિવાદ વધે ત્યારે શું કરવું…..! નિધિ વિચાર, નિધિ વિચાર નથી એ સાબિત થઈ ચૂક્યું છે. ચાલો નિધિજી, સૌથી પહેલા તમારા મહારાષ્ટ્રમા ગાંધીજીના પુતળા તોડવામાં આવે…..? શું તમે તૈયાર છો….?!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


