ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક ઉપ-સરપંચ મનજી સોલંકીની અંતિમયાત્રા નીકળી

0
44

બોટાદ,તા.૨૧
બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીના પરિવારની માંગણીઓ સરકારે સ્વીકારાતા આખરે મનજીભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. પણ, આ અંતિમયાત્રામાં લોકોએ જય ભીમના નારા લગાવીને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
દલિત આગેવાન મનજીભાઈ સોલંકીની અંતિમ વિધિ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. ત્રણ જિલ્લાની પોલીસ અંતિમ યાત્રામાં બંદોબસ્તમાં જોડાઈ હતી. મનજીભાઈની તમામ અંતિમ વિધિઓ પૂર્ણ થાય ત્યાં સુધી હજુ પોલીસ બંદોબસ્ત ચાલુ રહ્યો હતો. તેમના પુત્ર દ્વારા સરકારમાં જે માંગો મુકવામાં આવી હતી તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી સાથે જ મૃતદેહને પણ સ્વીકારવામાં આવ્યો હતો. જેના બાદ શુક્રવારે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિના બેનર સાથે જય ભીમના નારા લાગ્યા હતા.
ઉપરસરપંચ હત્યા કેસમાં પરિવારે સરકાર પર ભીંસ વધારતા પોલીસ પણ દોડતી થઈ હતી. જેના બાદ ગુરૂવારે સાંજ સુધી ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક ખાચર, પ્રતાપ ખાચર, ઋતુરાજ ખાચર, રવિરાજ ખાચર, હરદીપ ખાચર, કિશોર ખાચર, ભગીરથ ખાચર અને વનરાજ ખાચરની ધરપકડ કરી હતી. આ તમામની બરવાળા-સારંગપુર ત્રણ રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી. આ તમામ ખાનગી પેસેન્જર વાહનમાંથી પકડાયા હતા. પોલીસે તમામ આરોપીની ભૂમિકા, ૨૦૧૦થી ચાલતા આવતા વિવાદ અને હત્યાના કાવતરા સંદર્ભે પૂછપરછ શરૂ કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY