કહે છે કે કળા અને કલાકારોને માટે કોઈ સરહદ નથી હોતી. પક્ષી, નદી-નાળા અને કલા સંસ્કૃતિ એક શહેરથી બીજા શહેર અને એક દેશથી બીજા દેશ પહોંચે છે.ઔ પરંતુ જે દેશે આપણા ૪૦થી વધુ જવાનોની હુમલો કરીને હત્યા કરી દીધી કરી દીધી હોય અને જે દેશ આપણો દુશ્મન દેશ છે તે દેશમાં જઈને એક એવી વ્યક્તિના સગા સંબંધીના લગ્નમાં જઈને ગાયન ગાવા-નાચવુ. જેણે કેટલાય વર્ષ પહેલા મુંબઈમાં કેટલાય નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તો શું તેઓનું મનોરંજન કરવાનું યોગ્ય કહેવાય….? જવાબ ‘ના’માજ હશે. અને હોવો પણ જોઈએ. પંજાબી ગાયક કલાકાર નિકાસિંગ તાજેતરમાં જ પાકિસ્તાન જઈને આંતરરાષ્ટ્રીય આતંકી દાઉદના કોઈ સગાના લગ્નમાં તેના આંગણામાં પૈસા ના થોડા ટુકડા ને માટે પોતાનુ જમીર વેચી આવ્યો પરંતુ સરકાર કે એન આઇ એ જેવી એજન્સીઓએ એવી પૂછપરછ ના કરી કે તમે દાઉદના સગાના લગ્નમાં ગયા હતા તો શું દાઉદ ત્યા હાજર હતો, શું તમે દાઉદને મળ્યા, શું તેમના સગાઓએ દાઉદ અંગે કાંઈ કહ્યું. આ બધા સવાલ તો બને જ છે. સાથે સાથે ભાજપાનુ મૌન પણ યોગ્ય નથી લાગતુ. કેમ કે આ જ ભાજપાએ પોતાના પક્ષમાથી કોંગ્રેસમાં ગયેલા નવજોત સિદ્ધુની પાકિસ્તાનની કાયદેસર મુલાકાતને લઈને તેમની ટીકાઓ કરવામાં કોઇ કસર બાકી રાખી ન હતી. શું નીકાસિંગ ભાજપમાં છે…..?
મિકાસિગનુ રેપ સંગીતના ક્ષેત્રમાં નવું નામ નથી. તે કેટલાય કાર્યક્રમોમાં જજ તરીકે પણ આવી રહ્યો છે. પાકિસ્તાને પુલવામાં હુમલો કરી ભારતના ૪૦થી વધુ જવાનોની હત્યા કરી છે. પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે.પુલવામા હુમલા પછી દેશમાં પાકિસ્તાનના નામ પર લોકો થુકી રહ્યા છે ત્યારે નિકાસિંગ પાકિસ્તાન ગયા. જે ખબર આવી તે અનુસાર મિકાસિંગ પાકિસ્તાનમાં આતંકી માથા ફરેલ દાઉદના કોઈ સગાના લગ્નમાં ગીત ગાવા અને નાચવા ગયા હતા જાહેર છે કે આ લોકો મિકાસિંગના કોઈ સગામા તો નથી એટલા માટે મિકાસિંગને લાખો-કરોડો રૂપિયા આપ્યા હશે. તો શું મિકાસિગે થોડા સોનાને સિક્કાને માટે પોતાનું જમીર વેચવાની સાથે ભારત માતાની સાથે પણ દગાખોરી કરી….? તેઓ દાઉદના સગાના લગ્નમાં પૈસાને માટે નહીં જતા તો શું ડાકણ રૂપી મોંઘવારી તેને ખાઈ જતી…..? મોંઘવારી હવે ડાકણ નથી એ અલગ વાત છે. તે હવે લોકોની મિત્ર બની ગઈ છે…..!”
ભારતની તપાસ એજન્સીઓ આતંકવાદી દાઉદને પકડવા માટે અને પાકિસ્તાનમાં તેનુ ઠેકાણું શોધવા માટે વર્ષોથી લાગી છે. દાઉદની ક્યાંય પણ ખબર નથી મળી. નિકાસિગ જો ખરેખર દાઉદના કોઈ સગાના લગ્નમાં ગાવા-નાચવા માટે ગયા હોય તો એન આઇ એ અને સીબીઆઇ સહિત બધી તપાસ એજન્સીઓએ મિકાને હિરાસતમાં લઈને તેને તેની પાકિસ્તાનની મુલાકાત ને લઈને દાઉદ બારામા પૂછતાછ કરવી જોઈએ. સિદ્ધુની પાકિસ્તાન મુલાકાતને લઈને દેશ ભરમાં હંગામો મચાવનાર ભાજપાએ મિકાસિંગની પાકિસ્તાન મુલાકાત અને ભારતના દુશ્મન દાઉદના પરિવારના લગ્નમાં નાચવાને લઈને એક શબ્દ સુધ્ધા નથી કહ્યો. દિલ્હીના નેતા અને કલાકાર મનોજ તિવારીએ પણ મૌન સાધેલુ છે.બોલીવુડમા હવે તો ભાજપાના કેટલાયે કલાકારો છે તેમણે પણ મિકાની પાકિસ્તાન મુલાકાત પર મૌન ધારણ કરી લીધુ છે. ભાજપા ભલે મૌન સાધીને બેસી રહે પરંતુ દુશ્મન દેશ પાકિસ્તાનમાં જઈને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીના પરિવારના લગ્નના પ્રસંગ ઉપર હાજર રહેવા વાળા મિકાસિંગને છોડવો ના જોઈએ. મિકા, તું બીક ગયા રે….. ચંદ સિક્કેકે લિયે….. તુજે સિક્કે હી ચાહીયે થે તો મેરા ગરીબ દેશ એક એક રૂપિયા કર તેરી જોલીમે ૧૩૫ કરોડ ડાલ દેતા…..લેકીન તુને ભારત માતાકા નામ પૂરા મિટ્ટીમે મિલા દિયા…..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


