હળવદ માંથી ચાર મોટર સાયકલ ચોર ઝડપાયો

0
334

મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અલગ અલગ વિસ્તારમાંથી જેમાં ચુંપણી ગામની સીમ, ચરાડવા ગામે શીતળા માતાજીના મંદિર પાસેથી, હળવદ સરા રોડ પર મેલડી માતાના મંદિર પાસે ભૂમિ ઇલેક્ટ્રિક પાસેથી તેમજ હળવદ શંકરપરાના નાકેથી મળીને કુલ ૪ અલગ અલગ મોટર સાયકલની અલગ અલગ તારીખ સમયે ચોરી થતાં હળવદ પો.સ્ટે.માં કુલ ૪ મોટર સાયકલ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ જે ચારેય મોટર સાયકલ ચોરીના ગુનાઓ અનડિટેકટ હોય જે ગુન્હામાં ડિટેકટ કરવા મોરબી એલ.સી.બી. ના કર્મચારીઑ કાર્યરત હતા. તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસો હળવદ માથક રોડ ઉપર હતા તે દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વગરના મો.સા. સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પાસે સાયકલના કાગળો માંગતા અને તેણે આ મોટર સાયકલ ક્યાંથી ? કોની પાસેથી કેવી રીતે મેળવેલ છે. તે બાબતે પૂછતાં તેણે આ મોટર સાયકલ ચુંપણી ગામની સીમમાં રોડ પરથી ચોરી કરી મેળવેલ તે હોવાનું જણાવતો હોય જેની યુક્તિ-પ્રયુક્તિથી વિશેષ પૂછપરછ તેણે આ સિવાય બીજા ત્રણ મળી કુલ ચાર મોટર સાયકલની અલગ અલગ તારીખ સમય સ્થળેથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જેથી તેની પાસે થી મળી નાવેલ કુલ મોટર સાયકલ નંગ-૪ ની કી.રૂ.૮૨,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂર આરોપીને કુલ ચાર વાહન ચોરીના અનડિટેકટ ગુન્હામાં ડિટેકટ કરેલ છે.

એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ ક્લોતરા, પો.કોન્સ. પૃથ્વીસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દસરથસિંહ પરમાર અને સહદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઉપરોક્ત ગુન્હાઓ ડિટેકટ કરવાની કામગીરીમાં રોકાયા હતા
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY