મુંબઈ,તા.૨૪
એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોની ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ વીરમદેવીમાં નજરે પડશે. પરંતુ આ ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. કર્ણાટકના કેટલાક સંગઠનો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની લિયોની વિરોધ કરી રહ્યા છે.
કન્નડ રક્ષના વેદિકે યુવા સેનાનું કહેવું છે કે, સનીનું આ ફિલ્મમાં હોવું એક ઐતિહાસિક પાત્રનું અપમાન છે. જા ફિલ્મને રોકવામાં નહીં આવે તો પદ્માવત જેવો વિરોધ કરવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક યુવાનો દ્વારા આ ફિલ્મના વિરોધમાં બ્લેડથી હથેળી પર ઘા કરવામાં આવ્યા છે.
સંગઠનના પ્રમુખ આર. હરીશે કહ્યું કે, આ ઠીક નથી. જેમણે હિન્દુ હિતોનું સંરક્ષણ કર્યું તેમનું ઐતિહાસિક પાત્ર સની લિયોની કેવી રીતે ભજવી શકે. સની લિયોનીની ઓળખ એડલ્ટ સ્ટાર તરીકેની છે. તેણે આવું પાત્ર ન ભજવવું જાઈએ. વીરમદેવી માત્ર કર્ણાટકમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. કર્ણાટકમાં તેના અનેક મંદિરો પણ છે.
વીરમદેવી ફિલ્મ પદ્માવત અને બાહુબલીની જેવી પીરિયડ ફિલ્મ છે. તેમાં સની લિયોની એક યોદ્ધાના રૂપમાં જાવા મળશે. તેણે આ અંગે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, હું આ પીરિયડ ફિલ્મને સાઇન કરીને ખુશ છું. યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી, તલવારબાજી અને ફાઇટિંગનો મોકો મળે તેમ હું પહેલાથી જ ઈચ્છતી હતી. દરેક એક્ટ્રેસ ભજવવા માંગે તેવું આ પાત્ર છે. સની લિયોનીની આ પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



