સુરત,તા.૬
કહેવાય છે કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી કંઈક આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના એક વ્યક્તિની બેદરકારીના બદલામાં રૂપિયા ૪ લાખ ગુમાવવાનો વારો આવ્યો અને અજાણ્યો શખ્સ એક્ટિવાની ડેકીમાં રાખેલા રૂપિયા સાથે આખે આખું એક્ટિવા લઈને ફરાર થઇ ગયો.
આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા ૪ લાખ લઈને નીકળ્યો હતો. જો કે શરીર પર ખંજવાડ આવતા તે અધરસ્તે રોકાયો. બરોબર આ સમયે એક અજાણ્યા શખ્સે આંગડિયાના કર્મચારીને શરીર પર કીડા હોવાનું જણાવ્યું અને કર્મચારીનું ધ્યાન ભટકાવીને ડેકીમાં રહેલા ૪ લાખ રૂપિયા સાથે આખે આખું એક્ટિવા લઈને ફરાર થઈ ગયો. જો કે ગઠીયો કળા કરી ગયો પરંતુ આંગડિયાના કર્મચારીને તેની જરાય ગંધ ન આવી અને જોત જોતામાં કર્મચારીનું વાહન પણ ગયું અને રૂપિયા પણ ગયા.
જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ એક્ટિવા ચોરીને ભાગી રહ્યો છે. જેની ડેકીમાં રૂપિયા ૪ લાખ પણ હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



