કાંઠા વિસ્તારના પશુ પાલકોને લાભ
સુરત, તા. ૧૩
હજીરા કાંઠા વિસ્તારના ગામડાઓમાં પશુપાલનનો વ્યવસાય આજીવિકાનું મુખ્ય સાધન છે. જેને ધ્યાનમાં રાખી પશુઓની ઉચ્ચ ગુણવત્તાની ઓલાદ તૈયાર થાય તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ચોર્યાસી તાલુકાના જુનાગામ ખાતે નવનિર્મિત ‘પશુવિકાસ કેન્દ્ર’નું તાલુકા વિકાસ અધિકારીશ્રી જી.એમ. બોરડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ખેતી સાથે પશુપાલનના વ્યવસાયનું મહત્વ સમજાવી પશુપાલકોને આધુનિક ઢબે પશુપાલન કરવાની હિમાયત કરી હતી અને ઓલાદ સુધારણાનું મહત્વ પણ સમજાવ્યું હતું.
ઓલપાડના વેટરનરી ઓફિસરશ્રી ભટ્ટ સાહેબ દ્વારા કૃત્રિમ બીજદાનના ફાયદા સમજાવી પશુપાલન દ્વારા ખેડૂતોની આવક બમણી કરી શકાય છે તે બાબતે વિસ્તૃત માહિતી આપી અંતરિયાળ ગામડાઓમાં પશુપાલનની સેવાઓ શરૂ કરવા માટે અદાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં કાંઠા વિસ્તારના ગામડાઓના સરપંચ ભાઈઓ, તાલુકા પંચાયતના સભ્યો અને અદાણી ફાઉન્ડેશન અને ભારતીય એગ્રો ઇન્સ્ટ્રીઝના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત અને જુનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ દ્વારા ઉમદા સહયોગ મળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



