કેનેડામાં નોકરી અપાવવાના બહાને સુરતમાં થઈ લાખોની ઠગાઈ

0
1722

જો સુરત પોલીસ કમિશનર આ બાબતે અંગત રસ લઇ તપાસનો દોર ક્રાઇમ બ્રાન્ચ સુરતને તાત્કાલિક સોંપે તો ભોગ બનનાર વ્યક્તિઓના વડીલોની મહેનતની કમાણી પરત મળે અને પોલીસને આશીર્વાદ મળે એ હકીકત સત્ય છે

દેશ જ્યારે મંદી અને બેરોજગરીના ભરડામાં ભેરવાયો છે ત્યારે કુટુંબ માટે કંઈક કરી છૂટવાની તમન્ના દરેક વ્યક્તિ કે જુવાન દિકરાઓ ઇચ્છા રાખે તે કુટુંબ સહજ ભાવ છે ત્યારે દેશમાં નોકરીની અછત અને બેરોજગારી એટલી હદે વકરી છેકે યુવાનો ઘરબાર પરિવાર છોડી પરદેશ ગમન કરવા સુધી તૈયાર થાય છે આશા હોય છે કે ભલે ઘરથી દૂર જઈશું મહેનત કરીશું ને ઘરની સ્થિતિ સુધારી શકીશું ત્યારે જો વ્યાજબી પ્રામાણિક એજન્સી દ્વારા પરદેશ જવાય તો હેતુ બર આવે પરંતુ કેટલાક સમયથી આવા પરદેશ નોકરી વાંછુંકોને છેતરનારાઓ પોતાની હાટડીઓ કજોલી અખબારોમાં જાહેરાતો છપાવી ભોળા જુવાનિયાઓ મોટી લાલચ આપી મસમોટી રકમ પડાવી રફુચક્કર થવાના કિસ્સા દિનબડીન વધતા જાય છે અને છેતરપિંડી ની આ તરકીબ માં કરોડોની ઠગાઈનો ભોગ બેરોજગાર યુવાનો બને છે ત્યારે સરકાર અને પોલીસ વિભાગે આવા રજદારોની અરજી તાત્કાલિક લઇ યુદ્ધના ધોરણે આવા છેતરપિંડી આચરનારને જેલના સળિયા પાછળ ધકેલવા અને ભોગ બનનાર ને તેની પરસેવાની મૂંડી પરત અપાવવી એ પ્રાથમિક ફરજ બને છે અને તોજ પોલીસ પ્રજાનો સાચો મિત્ર સાબિત થાય તેવો ગણગણાટ ભોગ બનનાર યુવાનોના વાલીઓમાં ચર્ચાય છે.
સુરતમાં પણ કંઈક આવુજ બન્યાનો કિસ્સો અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાનું અંગત સૂત્રો દ્વારા જાણવા મળે છે ત્યારે કોણે કેટલા યુવાનોને કેનેડા મોકલવાની લાલચ આપી કેટલા કરોડની છેતરપીંડી આચરી તે પોલીસની ન્યાયિક તપાસમાં બહાર આવશે તેવો મત પ્રજામાં ચર્ચાય છે અને આવા તત્વોએ અન્ય શહેરોમાં પણ આજ મોડ્‌સ ઓપરેનડીથી કેટલી ઠગાઈ કરી તેપણ અડાજણ પોલીસ તપાસમાં બહાર લાવે તે જરૂરી છે.

ભોગ બનનારા આશરે ૮૫ લોકોએ અડાજણ
પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદની નકલ

અડાજણ પોલિસ સ્ટેશન તા. ૧૧/૧૧/૧૯
ગંગેસ્વર મહાદેવની પાછળ
સુરત
વિષય ઃ છેતરપીંડી થયા અંગેની અરજી
સવિનય જય ભારત સાથે અમો નીચે સહી કરનાર તિનીએ બિજનેસ હબ માં દુકાન નં -૩૦૮, ૩૦૯ નંબર માં ફ્યુચર ચેસ કન્સલટન્સસી નામે વિદેશ વિઝા માટેની ઓફિસ ચાલુ હતી. જેમાં અમોને કેનેડા માટે વર્ક પરમીટ અને કેનેડા માં રહેવા, ખાવા સાથેની અમોને બાહેધરી આપી હતી. જેમાં અમારી પાસે પહેલા ૮,૦૦૦/- (આઠ હજાર) અને પછી ન્સ્ૈંછ ના નામે બીજા ૪૦,૦૦૦/- (ચાલીસ હજાર) માંગ્યા હતા જે અમો નીચે સહી તથા નામ લખનારે આપ્યા હતા અને તેઓ એ અમને તા. ૭/૧૧/૧૯ થી ૧૫/૧૧/૧૯ ની વંચે વિઝા આપવાની વાત કરી હતી.
તા.૭/૧૧/૧૯ ના રોજ જ્યારે હમો ઓફિસ ગયા ત્યારે ઓફિસ તાળું મળેલ હતું. અને અમો જ્યારે તેમનો ટેલિફોનીક સંપર્ક કર્યો પણ બધાનો નંબર બંધ આવતો હતો. આજની તારીખમાં તેઓ વોટ્‌સઅપ ઉપર ઓનલાઇન થાય છે. પણ અમારો કોઈ જવાબ આપતા નથી.
ફ્યુચર ચેસ કન્સલટન્સીમાં કામ કરતાં વ્યક્તિના નંબર નીચે પ્રમાણે છે.
૧) રોહિત વર્મા – ૯૪૫૩૯૬૦૭૬૩
૨) જયદીપ – ૯૪૫૩૪૪૮૬૭૩ / ૯૮૫૫૦૭૫૪૯૭
૩) હેમંત – ૯૪૫૩૭૧૧૮૧૫
૪) કવિતા – ૯૪૫૫૨૭૪૧૧૭
૫) પાયલ પટેલ –૯૪૫૫૨૭૪૧૧૭
૬) હીના – ૯૪૫૩૧૮૯૫૧૮
૭) અફરોઝ – ૯૪૫૩૯૬૦૭૬૩ / ૯૫૩૨૩૦૦૬૬૧
જેઓએ સોશિયલ મિડીયામાં ફ્યુચર ચેક કન્સલટન્સીના નામે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પોતાની વેબસાઈ હતી જે છેલ્લા બે દિવસથી બંધ આવે છે.
અમો બધા ભોગ બનનારની સમો સાહેબને એક નમ્ર અપીલ છે કે આ જેઓ અમોને ચિટીંગ કરીને ચાલ્યા ગયા છે તેઓને પકડીને અમોને સારો ન્યાય મળે એવી અપેક્ષા સાથે,

છેતરપિંડી આચારનારાઓ ની કથિત તસ્વીરો

STATE BANK OF INDIA
NAME -Bhupinder singh
A/C No- 38654453717
IFSC -SBIN0000655
S/O PIARA SINGH , House no-A/110 WR.NO 2, Near GUPATA HOSPITAL MOHALLA JEEVAN BA., Jagraon, Ludhiana
Axis Bank
NAME – Bittu singh
A/C No- 916010048214299
IFSC-UTIB0002252

જયભારત.

તંત્રી ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY