ચોકસી ભાગેડું છે, તેની અરજી રદ કરવામાં આવેઃ ઇડીએ બોમ્બે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

0
7

મુંબઇ,તા.૪
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)એ બોમ્બે હાઈકોર્ટમાં સોગાંદનામું દાખલ કરીને મેહુલ ચોક્સીની બે અરજીઓ ફગાવી દેવા અપીલ કરી છે. પીએનબી ગોટાળાના આરોપી ચોકસીએ એક અરજી ભાગોડું આર્થિક અપરાધી જાહેર કરવાની પ્રક્રિયાની વિરુદ્ધ દાખલ કરી હતી. બીજી અરજીમાં કહ્યું હતું કે ઈડી જે લોકોના નિવેદનોના આધારે તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવા માંગે છે તે લોકો સાથે ચર્ચા કરવા માટેની પરવાનગી આપવામાં આવે. બંને અરજીઓ પર ૧૦ જૂને અગામી સુનાવણી હાથ ધરાશે.
ઈડીએ સોગાંદનામામાં કહ્યું છે કે ચોકસી પીએનબી ગોટાળામાં ૬,૦૯૭ કરોડ રૂપિયાની રકમની હેરફેર કરવાનો આરોપ છે. તેને તપાસ માટે હાજર રહેવા માટે સમન્સ ઈસ્યું કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે કહ્યું કે તે સહયોગ કરશે નહિ.
ઈડીએ કહ્યું છે કે ચોકસી એન્ટીગુઆની નાગરિકતા લઈ ચુક્વ્યા છે. તેનાથી સ્પષ્ટતા થાય છે કે તે તપાસમાં સહયોગ આપવા માટે ભારત આવવા માંગતો નથી. એજન્સીના જણાવ્યા અનુસાર, ભાગેડું આર્થિક અપરાધી કાયદા અંતર્ગત વિચારાધીન ભાગેડું વ્યકિત કોર્ટમાં રજૂ થાય છે તો કાર્યવાહીને બંધ પણ કરવામાં આવી શકે છે. જોકે રજૂ ન થવા પર કોર્ટ તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરીને સંપતિ જપ્ત કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY