બોટાદ,તા.૨૭
લાઠીદડ ગામે તળાવમાં ડુબી જતા બે બાળકોના મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બંને બાળકો ગઇકાલથી ગુમ હતા. આથી ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતા બંનેની શોધખોળ હાથ ધરી હતી. સવારે બંનેના મૃતદેહો તળાવમાંથી મળી આવતા પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
બોટાદના સાળંગપુર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેના તળાવમાંથી લાઠીદડ ગામના સંદિપ સવજીભાઇ વાવડીયા (ઉ.૧૨) અને કિસન નવઘણભાઇ બોળીયા (ઉ.૧૨) નામના બે બાળકોના મૃતદેહ સવારે મળી આવ્યા હતા. મૃતક બન્ને બાળકો ગઇકાલથી ગુમ થયા હતા અને પરિવારજનો શોધખોળ કરતા હતા. દરમિયાન સવારે તળાવમાંથી બંન્ને બાળકોના મૃતદેહો મળી આવતા પરિવારજનો ભારે હતપ્રત બની ગયા હતા, બંને બાળકો ન્હાવા પડયા હતા કે અકસ્માતે ડૂબી ગયા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




