અભેસિંહ અને રાઠોડ,રાધાબેન વ્યાસ મેઘાણી અને ગાંધી ગીતો રજુ કરશે.

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ એવા રાણપુર ખાતે ૨ ઓક્ટોંબર ના રોજ મહાત્મા ગાંધી ની જન્મ જયંતી ના દીવસે રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે ગાંધી વંદના નો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ દ્રારા આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ છે આજથી ૯૩ વર્ષ પુર્વે ૧૯૨૫ ના એપ્રિલ માસમાં મહાત્મા ગાંધી રાણપુર આવેલા રાણપુર સુધરાઈએ ગાંધીજી ને માનપત્ર અર્પણ કરેલુ અને સૌરાષ્ટ્ર કાર્યાલયમાં તેઓનો ઉતારો હતો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ગાંધીજી સાથેની સૌપ્રથમ મુલાકાત રાણપુરમાં થઈ હતી.તે રાણપુર ની પાવન ભુમિ પર ૨ ઓક્ટોંબરે સવારે ૯:૩૦ ક્લાકથી ગુજરાતના ખ્યાતનામ લોકકલાકાર અભેસિંહ રાઠોડ,રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય,દેશપ્રેમ અને ગાંધી ગીતો રજુ કરશે.તો આ ગાંધી વંદના કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ છે
આ ગાંધી વંદના રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ માં યોજાશે આ સમગ્ર કાર્યક્રમ જે.એમ.ભટ્ટ GAS.સભ્ય સચિવ.ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી ઉજવવામાં આવશે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





