રાજપીપળા : રાજપીપળા ગાંધી ચોક ખાતે CAA કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું.
નાગરિક સંશોધન કાયદાનો (CAA) હાલ દેશ ભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનને લીધે દેશની પ્રજામાં CAA વિશે સાચી સમજ આપવા ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી કરાયું હતું.24 મી ડિસેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપ અને CAA નું સમર્થન કરતી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.
રાજપીપળામાં પણ ભાજપ દ્વારા CAA ના સમર્થનમાં ગાંધી ચોક પાસે ધરણાંનું આયોજન કરાયું હોય ધરણાં કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણ સિંહ રાઠોડ, મહા મંત્રી રાજેશભાઈ પટેલ, અજિત પરીખ,નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ એડ.વંદનાબેન ભટ્ટ, VHP, અને બજરંગદળના હોદ્દેદારો,CAAનું સમર્થન કરતા અન્ય નાગરિકો સહિત નર્મદા જિલ્લાના તમામ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ CAA કાયદાને દેશ હિતનો કાયદો ગણાવી તોફાની તત્વોને વિરોધ ન કરવા અપીલ કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



