સાગબારા ની ધનસેરા ચેકપોસ્ટ મહત્વની હોવા છતાં સરકાર દ્વારા બંધ કરવામાં આવતા બુટલેગરો ને છૂટો દોર મળશે.?!
નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો જિલ્લો છે.જેમાં સાગબારા એ ગુજરાતની આંતર રાજ્ય બોર્ડર હોવા છતાં સરકાર ના તઘલઘી નિર્ણય થી બુટલેગરો સહિત ઈતર પ્રવૃત્તિ કરનારાઓ ને ઘીકેળા
રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા તાજેતર માં ગુજરાત રાજ્યની તમામ આંતર રાજ્ય પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો, રાજ્યના પોલીસ મહા નિર્દેશક ની સૂચના નર્મદા જિલ્લા પોલીસ વડાને મળતા સાગબારા ની ધનસેરા ચેકપોસ્ટ પણ તાત્કાલિક અસર થી મોડી રાત્રે જ બંધ કરી દેવામાં આવી.
નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો જિલ્લો છે. અને સાગબારા એ ગુજરાતની આંતર રાજ્ય બોર્ડર છે.અન્ય રાજ્યો માંથી આવતા વાહનો અને ઈતર પ્રવૃત્તિ પર વોચ રાખવા નર્મદા પોલીસ દ્વારા ધનશેરા ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી જ્યાં બહારથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. અહીંયા 24 કલાક 3 શિફ્ટ માં કોન્સ્ટેબલ,જીઆર.ડી ચેકિંગ માં હતા અને અધિકારીઓ ની પણ આ ચેકપોસ્ટ પર વોચ હતી સતત મોનીટરીંગ થતું હતું. જેના લીધે મહારાષ્ટ્ર માંથી વિદેશી બનાવટ નો દારૂ ગુજરાત માં લાવવામાં બુટલેગરોને ખૂબ મુશ્કેલી પડતી હતી અને આ ચેકપોસ્ટ થી બુટલેગરો ફફડતા પણ હતા. પરંતુ હવે સરકાર દ્વારા આ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી જેથી બુટલેગરો સાથે અન્ય ઈતર પ્રવૃત્તિ કરનારાં ને છૂટો દોર મળી શકે એમ છે કેમ કે પોલીસ હવે 24 કલાક આવા વાહનો નું ચેકિંગ કરી નહિ શકે.
★★ : પોલીસ ટિમો ચેકીંગ તો કરશે જ સાથે સુરક્ષા પણ કડક રાખશે :જી.કે.વસાવા,(સાગબારા-પીએસઆઇ)
નર્મદા પોલીસ હાલ પણ આ કામ સંભાળી રહી હોય માટે આવા તત્વો ને કોઈ છુટોદોર મળશે નહીં કેમ કે સાગબારા અને ડેડીયાપડા બને પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસ ટિમો ચેકીંગ તો કરશે સાથે સુરક્ષા પણ કડક રાખશે. એમ સાગબારા પીએસઆઇ વાત સ્પષ્ટ કરી હતી.
ભરત શાહ,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




