સ્ટેચ્યુ ઓફ યુનિટી : ટિકિટના બારકોડ સ્કેન ન થતાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી

0
7

નર્મદા,તા.૨૬
કેવડિયા કોલોની ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી લાખો લોકો રજાઓ માણવા અહીં પહોંચે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીની ટિકિટો ૩૧ ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશોમાં નાતાલનો પર્વ ધામધૂમથી ઉજવાય છે. નાતાલના તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા રહેવાનું પસંદ કરે છે. જો કે આ તમામ વાતો વચ્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ન્યૂ ગેલેરીની ટિકીટોમાં કેટલાક પ્રવાસીઓની ટીકિટની ઝેરોક્ષ કરીને વ્યુઇંગ ગેલેરી જોવા માટેની લાઇનમાં લાગી જાય છે તેવું તંત્રને ધ્યાને આવ્યું છે.
કેટલાક કિસ્સાઓમાં વ્યુઇંગ ગેલેરી જોઇ પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આજે મોટા પ્રમાણમાં ટીકિટનાં બારકોડ સ્કેન નહી થતા આ મુદ્દો તંત્રના ધ્યાને આવ્યો હતો. જો કે બારકોડ સ્કેન નહી થતા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. એક જ ટિકિટની ત્રણ વાર ઝેરોક્ષ કાઢી એજન્ટો પ્રવાસીઓને ટિકિટ વેચી દે છે અને જયારે પ્રવાસી આ ટિકિટ લઈ સ્ટેચ્યુ પાસે જાય છે, ત્યારે ટિકીટ પરનો બારકોડ સ્કેન નહી થતા પ્રવાસી છેતરાયાનો કિસ્સો બહાર આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY