વેસુ કેનાલ રોડ પર પાર્ક કરેલી રેનોલ્ટ ડસ્ટર કારમાં આગ, ટાયરથી લઈ એન્જિન અને કેબિન બળીને ખાખ

0
8

સુરતના વેસુ કેનાલ રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મણિબા હબની બાજુમાં ફોર સિલેન્ડર મોટર્સની સામે રોડ પર પાર્ક કરેલી રેનોલ્ટ ડસ્ટર કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે કારનાં ટાયર, વાયરિંગ, એન્જિન તેમજ કેબિનનો અંદરનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગને પગલે રોડ પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર વિભાગ આગ બુઝાવે ત્યાં સુધીમાં કાર મોટાભાગે બળીને ખાખ થઈ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY