ઝાડેશ્વરના કેબલ બ્રિજમાં વોકવે બેહાલ.

0
31

ભરૂચ ઝાડેશ્વરનો કેબલ બ્રીજ. જેના ઉપર બનાવાયો છે વોક વૅ ,ઝાડેશ્વર આસપાસ ના રહીશો જ્યાં તંદુરસ્તી સુધારવા સવાર – સાંજ ચાલવા નીકળે છે તો કેટલાક કેબલ બ્રીજને નજીકથી નિહાળવા કે નર્મદા દર્શને જાય છે જ્યાં રોગને આમંત્રણ આપતો કચરો વેરવિખેર પડેલ જોવા મળે છે ત્યારે NHAI ની નજર ટોલ ઉઘરાવવામાં કે ઓવરલોડ વાહનો પાસ કરાવી રોકડી કરવામા જ રહેતું હોય તેમ કહેવું અસ્થાને ન જ કહેવાય.છાસવારે બ્રિજ ઉપરથી પસાર થતા મંત્રી સંત્રી કે જિલ્લાના વહીવટી અધિકારીઓ શું એસી ગાડીઓમાં ઊંઘતા ફ્રરે છે? શા માટે સૌ ગાંધારીની ભૂમિકા ભજવે છે.હવે જોવું રહ્યું કે શ્રીમાન જિલ્લા કલેકટરશ્રી આ બાબતે ક્યારે હાઇવે કે અન્ય લગત ઓથોરિટીની ઊંઘ ઉડાડી સ્વછતા અભિયાન શરૂ કરાવશે તે તો સમય જ બતાવશે. ધનંજય ઝવેરી. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY