*૨૦ નવેમ્બરથી ખેડૂતોને સબસીડી વાળા રસાયણિક ખાતરનો જથ્થો મોબાઈલ એપ્લીકેશથી મળતો થશે*
ભરૂચ – સોમવાર – સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાઈલોટ પ્રોજેકટ સફળ થાય બાદ આગામી ૨૦ નવેમ્બરથી ભરૂચ જીલ્લાના ખેડૂતોને સબસીડી વાળા રસાયણિક ખાતરનો જથ્થો મોબાઈલ એપ્લીકેશથી મળતો થશે.ખાતરના વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે “ફ્રેમ વર્ક ફોર ફર્ટીલાઈઝર સેલ” નામની નવી ડીજીટલ વ્યવસ્થા અમલમાં મુકી છે.
આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેનાથી ડેપો કે મંડળી ઉપર લાગતી લાંબી લાઈનો માંથી મુક્તિ મળશે.
મોબાઇલ એપ્લીકેશન થી ખાતરનો જથ્થો બુક કર્યાના બે દિવસમાં ખેડૂતે જથ્થો મેળવી લેવાનો રહેશે. જો બે દિવસમાં જથ્થો ખરીદવામાં નહીં આવે તો બુકિંગ આપોઆપ રદ થશે. આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા ડીલર પાસે કેટલો સ્ટોક છે આ ઉપરાંત બુકિંગ કરેલું હોવાથી ટોકન નંબર દુકાન ઉપર બતાવી તુરંત ખાતર મેળવી શકશે અને તે માટે લાઈનોમાં ઉભા રહેવું પડશે નહીં. તેમજ તમામ વેચાણનો ડીજીટલ રેકોર્ડ રહેશે. જેથી પારદર્શકતા વધશે અને નકલી ખરીદદારોથી રક્ષણ મળશે.
સદર પધ્ધતીથી સબસીડીવાળા રસાયણિક ખાતરોની ખરીદ પ્રક્રિયા પારદર્શક બનતી હોવાથી ખેડૂત વર્ગની કોઈ પણ પ્રકારની નકારાત્મક સમાચારોથી દૂર રહેવા વિનંતી છે. ઉપરોક્ત તમામ વિગતો નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ભરૂચ દ્વારા આપેલ અખબારી યાદીમાં જણાવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"

