સુરત,તા.૧૯
સુરતના એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હોવાની માહિતી મળી છે. એર ઈન્ડિયાની દિલ્લી-સુરત ફ્લાઈટ રદ થતા મુસાફરો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ DL-૪૯૦ રદ થતા એરપોર્ટ પર મુસાફરો રોષે ભરાયા હતા અને જોરદાર હંગામો મચાવ્યો. સુરતથી રાતે ૯.૨૦ વાગે દિલ્લી જનારી આ ફ્લાઇટ રદ થઈ અને મોડી રાત સુધી મુસાફરોને બેસાડી રાખવામાં આવતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તો આ ફ્લાઈટ રદ થતા ૧૫૦થી પણ વધુ મુસાફરો અટવાયા હતા.
બીજી તરફ, એરપોર્ટ ઓથોરીટી દ્વારા પણ મુસાફરોને કોઈ પણ જાતની સૂચના કે માર્ગદર્શન આપવામાં ન આવ્યુ હોવાનું મુસાફરોનો આરોપ છે. ઓથોરીટી દ્વારા મુસાફરોની વાત સાંભળવાના બદલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા યાત્રીઓએ હોબાળો મચાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


