ચાર મકાનના રહિશોને બંધક બનાવી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી

0
98

પંચમહાલ જિલ્લાના દલવાડા વિસ્તારમાં
પંચમહાલ,તા.૧૯
પંચમહાલ જિલ્લાના દલવાડા વિસ્તારમાં ધાડપાડુઓની એક ટૂકડી ત્રાટકી હતી. આ ટૂકડીએ ચાર જેટલા મકાનોમાં ધાડ પાડી હી. મકાનમાં રહેતા લોકોને બંધક બનાવીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ રહિશોને માર માર્યો હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં પંચમહાલ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથધરી હતી. બીજી તરફ નાનકડા ગામમાં ધાડપાડુઓ ત્રાટક્યાની જાણ થતાં જ આજુ બાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે તેમજ ડોડીયાણી ગામ આવેલું છે. આ ગામમાં ચાર જેટલા મકાનોમાં શનિવારે મોડી રાત્રેના સમયે ૧૦થી ૧૨ જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતા.
આ ધાડપાડુઓએ ઘરના રહીશો બંધક બનાવીને માર મારી ઇજા કરી હતી. સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે લાખો રૂપિયાના દાગીનની લૂંટ ચલાવીને ધાડપાડુઓ પલાયન થઇ ગયા છે.
ઘટનાની જાણ જીલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY