કર્મવીર ગૃપ દ્ધારા જીવન જરૂરીયાતની રાહત સામગ્રી મોકલાઇ
નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ રાહત સામગ્રી વાહનને કરાવ્યું પ્રસ્થાન
કેરળમાં સદીના મહાકાળ પૂરને કારણે લાખો લોકોને અસર થઇ છે. જિલ્લા કલેક્ટર શ્રી આઇ.કે.પટેલની અપીલને પગલે ખેડા જિલ્લો કેરળના પૂર પીડિતોને વહારે આવ્યો છે.
નડિયાદના કર્મવીર ગૃપ દ્ધારા કેરળના પૂર પીડિતો માટે જીવન જરૂરીયાતની રાહત સામગ્રી ભરેલા ટ્રકને કલેક્ટર કચેરી ખાતેથી નિવાસી અધિક કલેક્ટર શ્રી રમેશ મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કર્મવીર ગૃપ દ્ધારા કેરળ પૂર પીડિતો માટે ૨૫૦૦ કિ.ગ્રા ચોખા, ૨૫૦૦ કિ.ગ્રા ઘઉંનો લોટ, ૧ હજાર લીટર સીંગતેલ, ૧ હજાર કિ.ગ્રા લાલ મરચુ પાવડર, ૧ હજાર કિ.ગ્રા હળદર પાઉડર, ૫૦૦ કિ.ગ્રા ધાણા-જીરુ પાવડર, ૫૦૦ કિ.ગ્રા સોજી, ૫૦૦ કિ.ગ્રા રવો, ૫૦ હજાર વોટર પ્યોરીફાયર ટેબ્લેટ, ૧૦ હજાર નંગ પેરાસીટામોલ ટેબ્લેટ, ૪ હજાર નંગ પેઇન કીલર ટેબ્લેટ, ૩૨૫ કિ.ગ્રા. બ્લીચીંગ પાઉડરનો જથ્થો કેરળ રવાના કરવામાં આવ્યો છે.
કર્મવીર ગૃપે કેરળ પૂર પીડિતોને મદદ કરી માનવ સેવાનું અનોખું કામ કર્યું છે. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, ડિઝાસ્ટર શાખાના મામલતદાર શ્રી રાઠોડ, નાયબ મામલતદારશ્રી શર્મા, કર્મગૃપના શ્રી આઝાદભાઇ ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



