હાર્દિકને રાષ્ટ્રીય કક્ષાએ કોણે પહોચાડ્યો……??

0
9

ભારત એક લોકશાહી દેશ છે અને લોકો સર્વોપરી છે. તે વાત કદાચ ભાજપા અને તેની સરકાર ભૂલી ગઈ છે. પોતે વિપક્ષમાં હતો અને કોંગ્રેસની સત્તા હતી ત્યારે વિરોધ કરવામાં કોઇ પણ મણા રાખી ન હતી અને આજે સત્તાની લગામ ભાજપના હાથમાં છે ત્યારે તે લોકોની સર્વોપરી ભૂલીને પોતેજ પૂર્ણ પુરૂષોતમ છે તેવું માનવા લાગ્યો છે. પોતે કહે તેજ સાચુ એ ખ્યાલોમાંથી ભાજપા અને તેની નેતાગીરીને બહાર આવવું જરૂરી છે નહીતો એક દિવસ લોકોની સર્વોપરીતા શાન ઠેકાણે લાવી દેશે તે નિશ્ચિત છે અને આ માટે દૂરના સમયમાં જવાની જરૂર નથી. પ્રજાએ કોંગ્રેસની શાન ઠેકાણે લાવવા વિપક્ષમાં બેસાડી દીધી છે એ દાખલો જ ઘણો છે. ગુજરાતમાં હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન કરવા માટે મંજુરી માંગી પણ આપવામાં ન આવી. આખરે હાર્દિકને પોતે જ્યાં રહે છે તે ઘરમાં રહીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને આજે ૧૪માં દિવસમાં પ્રવેશી ગયું છે. સઘન પોલીસ બંદોબસ્ત, ચેકિંગ, કલમ-૧૪૪ લગાવી છતાં લોકોની લાગણી તેની સાથે વઘવા લાગી. રાજ્યના અનેક ગામો નાના-મોટા શહરોમાં લોકોએ ઉપવાસ આંદોલન કર્યા તો બહેનોએ થાળી વગાડી વિરોધ કર્યો, રેલીઓ નીકળવા લાગી છે. એટલે હાર્દિક પટેલ તરફ લોકોનો વિશ્વાસ વધતો જઈ રહ્યો છે. જે ભાજપા માટે મોટું નુકશાન બની શકે છે. ત્યારે ભાજપાએ કોઇપણ મમત રાખ્યા વિના સીધેસીધી વાત કરવી જાઈએ એ આજના સમયની માંગ છે મોટાભાગના લોકો પણ આવું ઈચ્છી રહ્યા છે. કારણ કે હવે હાર્દિક માત્ર ગુજરાત પૂરતો પાટીદાર યુવા નેતા રહ્યો નથી. તે હવે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો છે. અને તે માટેનો જશ ભાજપાને જાય છે. ત્યારે હવે કોંગ્રેસે બતાવેલ ફોર્મ્યુલા ૨૦% આર્થિક અનામતની માંગ સ્વિકારી લેવી જાઈએ. તે સાથે ઉદ્યોગોને જે રીતે લોનો માફ કરી તે રીતે માત્ર ખેતી કરતા ખેડુતોની જ લોન માફ કરી દેવી જાઈએ તેમ લોકોનું માનવું છે.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને નગણ્ય સમજી જે રીતની નીતિ અપનાવી તે હવે ભાજપા માટે મુશ્કેલ રૂપ બનતી જઈ રહી છે. હાર્દિકની મુલાકાતે દેશના અનેક રાજકીય પક્ષોના નેતાઓ આવ્યાં તો કેટલીક જાણીતી હસ્તીઓ પણ આવી અને બાકી હતું તો ભાજપાના જ સંસદ્‌શ્રી શસ્ત્રુધન સિન્હા અને શ્રી યશવંત સિંહે મુલાકાત કર્યા બાદ જે પ્રેસ સમક્ષ કહ્યું તે ભાજપા માટે બહુજ અગત્યની નોંધનીય વાત છે. કારણ તેમણે હાર્દિક પટેલની માંગણી યોગ્ય ઠેરવી છે. તે સાથે ભાજપાની ટીકા કરી છે અને રાજ્ય સરકારને આ માટે સલાહ પણ આપી છે. અને તેઓની આ વાતની અસર આમ પ્રજાને પણ થઇ છે ત્યારે હવે રૂપાણી સરકારે કુનેહ બતાવીને યોગ્ય રસ્તો કાઢવો જરૂરી છે. બાકી તો સમય જ લોકશાહીનો અર્થ સમજાવી દેશે. તેમાં બેમત ન હોઈ શકે.
અત્રે એક વાત નોંધવી રહી કે પાટીદારોની વિવિધ સંસ્થાનાં આગેવાનો પણ હાર્દિકની પૃછા કરવા આવ્યા તો છ જેટલા સંગઠનો પૈકીના એક સંગઠનનાં નેતાએ ભાજપા સરકાર માટે જ આવ્યા હોય તે પ્રકારે નિવેદન કર્યા તો કેટલાકે હાર્દિક પારણા કરી લેશે તેવા મેસેજા શરૂ કર્યા ત્યારે હાર્દિકની ટીમ સમજી ગઈ કે પાટીદાર સંગઠનમાં ભાગલા પડાવવા સાથે હાર્દિકના ટેકેદારોમાં ગુંચ ઉભી થાય અને આંદોલન પડી ભાંગે પણ બન્યું બધુંજ ઉલટું. રાજકીય ખેલ પડાવવા જનારા ઉઘાડા પડી ગયા. અને હાર્દિકની ટીમ જાગૃત થઇ ગઈ. તે સાથે જાહેરાત પણ કરી દીધી કે સરકાર અમારી સાથે સીધી જ વાત કરી શકે છે. કોઈ બનાવટી નેતા સાથે નહિ. ટૂંકમાં વચેટિયા કોઈ નહિ. અને પ્રજાજનો પણ આવા તમાશાને ઓળખી ગયા. પરિણામ સ્વરૂપ હાર્દિકને વધુ ટેકો મળવા લાગ્યો છે. હવે તેને અટકાવવું એટલે ભાજપા માટે મહામુશ્કેલી સર્જશે. ઉપરાંત રાજકીય કક્ષાએ પણ મોટા પડઘા પડી શકે જે ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપાને ભારે પડી શકે.(જી.એન.એસ)

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY