રાજપીપલા:ભારત માં પ્રથમવાર રમાનાર સુપર સિક્સ માટે ઓમાન ટિમ તરફ થી ટી-20 વર્લ્ડ કપ રમનાર જતિન્દરસિંગ આજે દિલ્હી આવી પહોંચ્યો હતો.આ વેલીયન્ટ સુપર સિક્સ 2018 માટે ઓમાન થી રમવા આવ્યો છે.આ સુપર સિક્સ માં એવેન્જર સ્ટ્રાયકર્સ ટિમ ના કેપ્ટન તરીકે ઓમાન ક્રિકેટ ટિમ નો જતિન્દરસિંગ આજે ઓમાન થી સીધો દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યો હતો.ત્યાં એરપોર્ટ પર તેના જીગરી દોસ્ત વિપુલ નારીગરા અને રિચિ શુક્લા સાથે મુલાકાત કરી.ત્યારબાદ એક નોર્મલ માણસ ની જેમ આજે બપોરે દિલ્હી થી ગુજરાત આવવા માટે તેણે કોઈ ફ્લાઇટ નહીં પરંતુ દિલ્હી થી ટ્રેન માં મુસાફરી કરી હતી.જતિન્દરસિંગ ની સાથે વેલીયન્ટ ના ખ્યાતનામ ખેલાડી વિપુલ નારીગરા અને રિચિ શુક્લા એ પણ ટ્રેન માં મુસાફરી કરી હતી.ટ્રેન માં જતિન્દર,વિપુલ નારીગરા અને રિચિ શુકલા ની ફોટો સોસિયલ મીડિયા માં વાયરલ થઈ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ મોં.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



