નર્મદા સુલપાણેશ્વર અભિયારણ માં બનનારા ટાઇગર સફારી પાર્ક ને કેન્દ્ર સરકાર ની મળી લીલીઝંડી  

0
44

તિલકવાડા ના વજેરિયા ના જંગલ માં આવેલ કાકડિયા ગામે 85 હેક્ટર જમીન માં આ ટાયગર સફારી પાર્ક બનશે,વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા એ કરી જાહેરાત

રાજપીપળા :  નર્મદા સુલપાણેશ્વર અભિયારણ માં ટાઇગર સફારી બનાવવા ના પ્રોજેક્ટ પર લાગેલી બ્રેક હટી ગઈ છે અને કેન્દ્ર સરકારે આ પ્રજેક્ટ ને ઝડપથી પૂર્ણ કરવા મંજૂરી  આપી દીધી છે ત્યારે હવે રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટને હાથ પર લઇ કામગીરી શરૂ  કરી દીધી છે. અને તાજેતરમા વન મંત્રી ગણપત વસાવા એ ગાંધીનગર ખાતે જાહેરાત કરી અને આ કામગીરી જલ્દી પૂર્ણ કરવાની પણ વાત કરી ત્યારે નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે।

 

ગુજરાત સરકાર દ્વારા ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી  અને નર્મદા બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં પણ ટાયગર સફારી બાવી પ્રવાસીઓ માટે બધું એક આકર્ષણ જમાવવાનો ઉમદા વિચાર કરી એક પ્રોજેક્ટ રજુ કર્યો જેમાં તિલકવાડાના વજેરિયાના જંગલમાં આવેલ કાકડિયા ગામે 85 હેક્ટર જમીનમાં આ ટાયગર સફારી બનાવવા ની તૈયારીઓ પણ હાથ ધરી હતી,

જોકે આ ટાયગર સફારી સરકારે હાલ બજેટ માં કોઈ જોગવાઈ ના થઇ હોય આ પ્રોજેક્ટ માં બ્રેક વાગી હતી, ત્યારે હવે સ્ટેચ્યુ નું લોકાર્પણ થઇ ગયું છે અને 2 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે ત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ ટાયગર સફારી પાર્કને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી દીધી છે હવે આ પ્રોજેક્ટ બે વર્ષ માં પૂર્ણ કરવાની રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારની સૂચના મળતા કામગીરી યુદ્ધના ધોરણે ચાલશે

વજેરિયાના આ જંગલમાં અન્ય દીપડા, રીછ, જરખ, નીલ ગાય, હરણ જેવા પ્રાણીઓ છે અને અને ટાયગર માટે સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે જેથી આ પ્રોજેક્ટ ને મંજુર કરાયો હતો વન મંત્રી થી લઇ ઉચ્ચ અધિકારીઓ એ મુલાકાત લઇ જેની સીમાઓ પણ નક્કી કરી કામગીરી આરંભી હતી ટ્રેક પણ નક્કી કરાયા હતા અને મધ્યપ્રદેશ થી 8 વાઘો નું એક કુટુંબ જેમાં બે નર નારી અને બીજા બચ્ચા લાવવાનું પણ નક્કી છે. હવે સરકારની લીલી ઝંડી મળી છે એટલે કામગીરી ચાલુ થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY