વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહિ લડે

0
7

સુષ્મા સ્વરાજનું સ્વાસ્થ્ય સારું નહીં રહેતું હોવાથી ચૂંટણી નહિ લડે
ન્યુ દિલ્હી,તા.૨૦
ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. ઇન્દોરમાં એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારું નહી રહેતું હોવાથી તેઓ ચૂંટણી લડશે નહીં.
સુષમા સ્વરાજે કહ્યું કે આ અંગે પાર્ટીને પોતાની ઇચ્છા જણાવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા ઘણા દિવસોથી ચર્ચા ચાલતી હતી કે વિદેશ પ્રધાન આગામી લોકસભા ચૂંટણી નહીં લડાવનો નિર્ણય લઇ શકે છે.
જા કે એક અહેવાલ મુજબ ભાજપ તેમને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલી શકે છે. જો કે સુષમા સ્વરાજે કહ્યું આમ તો પાર્ટી નક્કી કરે છે પરંતુ મે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ વિદિશાથી સાંસદ છે.
જ્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદૂરસ્ત જાવા મળી રહી છે. ઘણી વખત તબિયતને લઇને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં પણ આવ્યાં છે. હાલમાં સુષમા સ્વરાજ મધ્ય પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY