રાજકોટ,તા.૨૭
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી જાન્યુઆરી માસમાં મુદ્દત પૂર્ણ થવા જઇ રહી છે. ત્યારે વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેનની અધ્યક્ષતામા અંતિમ બેઠક મળી હતી. માર્કેટ યાર્ડ ખાતે આજે મળેલી બેઠકમાં મગફળીકાંડના મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાને સરકાર દ્વારા ડિરેક્ટર પદથી દૂર કરવામાં આવ્યો હતો. જે મુદ્દાની દરખાસ્તને યાર્ડના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી અને તેનું ડિરેક્ટર પદ રદ કરવામાં આવ્યું છે.
ટેકાની મગફળીમાં ધૂળ ઢેફા નાખવા સહિત સળગાવા જેવા કાંડ કરવામાં જે તે સમયે સૌરાષ્ટ્ર
ના ગુજકોટના મેનેજર તરીકે રહેલા મગન ઝાલાવડીયાનો હાથ નિકળતા તેને પોલીસે ધરપકડ કરી હતી. હાલ તેને ડિરેક્ટર પદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી એક મહિના સુધી આરોપી મગન ઝાલાવડીયા પોતાના ડિરેક્ટર પદને રદ કરવા બદલ હાઇકોર્ટમા અથવા સરકાર પાસે અપીલ કરે તેવી શકીયતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



