અમુક શાળા ના બાળોકોને મામૂલી સંખ્યાા પણ ન આવડતા શિક્ષણનો પાયો ઘણો નબળો હોવાનું જોવા મળ્યું

રાજપીપળા: સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે “મિશન-વિદ્યા” ના રાજ્યવ્યાપી અભિયાન નો નર્મદા જિલ્લામાં પ્રારંભ રાજપીપલાની પ્રાથમિક શાળા થી થયો જેમાં મંત્રીએ બાળકો સાથે સીધો સંવાદ, પ્રશ્નોત્તરી દ્વારા સંખ્યા જ્ઞાન અને દાખલાની પ્રક્રિિયા સાથે મંત્રીએ વિદ્યા્યાર્થીઓ પાસે વાંચન-લેખન કરાવ્યું જેમાં પ્રાાયોગિક પ્રાથમિક શાળાના બાળકો હોશિયાર જોવા મળ્યા જયારે અન્ય એક શાળાના બાળકો મામૂલી સંખ્યા પૂછતાં પણ લોચા મારતા ખુદ મંત્રી ચોકી ઉઠ્યા હતા ત્યારે શિક્ષણ નો પાયો ગણાતી પ્રાથમિક શાળા માંજ પાયો મજબૂત ન હોય તો હાઈસ્કૂલ માં આ બાળકો શું કરશે એ ચિંતાજનક બાબત જોવા મળી હતી.
રાજ્યકક્ષાએથી ઉચ્ચાધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઇ શિિક્ષણકાર્યનું નિરીક્ષષણ-મોનીટરીંગ કરવાની શરૂઆત ગુરુવારે નર્મદા જિલ્લા માં થઈ જેમાં રાજપીપળા દરબાર રોડ પર આવેલી પ્રાયોગિક પ્રાથમિક શાળા માં અન્ય એક શાળા ના વિદ્યાર્થીઓ ને ભેગા કરી સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના સહીત જિલ્લા ના અન્ય રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ ની હાજરી માં બાળકો સાથે મંત્રી એ સીઘી વાત કરી પ્રસ્નોત્તારી કરી વાંચન લેખન જેવી સામાન્ય કસોટી લેતા પ્રાયોગિક પ્રયોગ શાળા ના બાળકો એ મંત્રી ના સવાલ ના કડકડાટ જવાબો આપ્યા હતા પરંતુ અન્ય એક શાળા ના બાળકો સાથે વાત કરતા પંચોતેર ની સંખ્યા કેમ લખાય…? એવો સવાલ કરતા બાળક અટવાયો હતો ત્યાર બાદ અન્ય કેટલાક સવાલો બીજા બાળકો ને કરતા અન્ય શાળા ના મોટાભાગના બાળકો મંત્રીના સવાલના જવાબો આપવામાં ગોથા ખાતા જોવા મળ્યા હતા ત્યારે આવા શિક્ષણ ના નબળા પાયાને જોઈ મંત્રી સહિતના અન્ય મહાનુભાવો અચંબામાં પડ્યા હતા ત્યારે સવાલ એ થાય છેકે નર્મદા જિલ્લા માં આવી કેટલી શાળા હશે જેના સાત કે આઠમા ધોરણ માં ભણતા બાળકોને મામૂલી રકમ કે મામૂલી દાખલા નહિ આવડતા હોય…? શું આ છે સરકાર ની ઉચ્ચ શિક્ષણ ની નીતિ….? એવા અનેક સવાલો આવા કાર્યક્રમો બાદ ઉભા થાય છે.ત્યારે આ નબળા શિક્ષણ માટે કોણ જવાબદાર…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



