તીથલ બીચ થી ડી.એસ.પી. કચેરી વલસાડ સુધીનો માર્ગ રૂા.૧૨ કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવાશે

0
31

આદિજાતિ રાજ્યીમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વલસાડના તીથલ બીચથી વલસાડ ડી.એસ.પી. કચેરી સુધીનો માર્ગ રૂા. ૧ર કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવામાં આવશે. આ રસ્તાથની કામગીરીનું ખાતમુહૂર્ત તિથલરોડ-જકાતનાકા ખાતે વન અને આદિજાતિ રાજ્યબ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડેલ બની રહયું હોવાનું જણાવી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પૂરતું બજેટ ફાળવણી કરવામાં આવે છે, જે પૈકી ૨૮ ટકા રકમ સિંચાઇ માટે ફાળવવામાં આવી છે. ગ્રામ્યસ્તંરે પણ દરેક પ્રકારના કામો માટે ગ્રાન્ટંની ફાળવણી કરવામાં આવે છે, જેના થકી ગામડાઓમાં પણ રસ્તાર, પાણી અને વીજળીની સગવડો ઉપલબ્ધ બની છે. આદિવાસી ક્ષેત્રોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઇ છે. સુવ્યસ્થિત આયોજનના કારણે ગુજરાત વિકાસના માર્ગે પૂરપાટ ઝડપે ચાલી રહયું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દરેક ગામોમાં પાકા રસ્તા બનાવાયા છે. વિકાસની સાથે રોજગારીની તકો આપવામાં પણ રાજક્ષ્ય સરકાર સતત કાર્યરત છે. નોટબંધીના કારણે આતંકવાદને નાથવામાં સફળતા મળી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
સાંસદ ડો.કે.સી.પટેલે કેન્દ્રા સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. વલસાડ આર.પી.એફ. પાસેનો ઓવરબ્રીજ મલ્ટી્લેયર બનાવા તેમજ ઔરંગા નદી ઉપર રીવરફ્રન્ટખ બનાવવાનું પણ આયોજન હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડ-તિથલ રસ્તાની ટ્રાફિક સમસ્યા ને ધ્યાસને રાખી ચારમાર્ગીય કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. વલસાડ તાલુકામાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી.
વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિરે પ્રાસંગિક ઉદબોધનમાં શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે આપેલ સહયોગ બદલ અભિનંદન પાઠવી ચારમાર્ગીય રસ્તોક બનવાથી ટ્રાફિક સમસ્યાસ હળવી બનશે, તેમ જણાવ્યું હતું.
પારડી ધારાસભ્યસ કનુભાઇ દેસાઇએ સ્વ ચ્છર ભારત અભિયાન, સહિત રાજ્યની જનતાની સુખાકારી માટે રાજ્યે સરકાર અનેકવિધ કાર્યો કરી રહી છે, જેમાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
નાયબ કાર્યપાલક ઇજનેર નિખીલભાઇએ રસ્તાવની કામગીરીની રૂપરેખા આપી કામગીરી માટે વલસાડની જનતાના સહકારની અપેક્ષા વ્યક્તિા કરી હતી.
આ અવસરે સાંસદ ડો.કે.સી.પટેલ, વલસાડ કલેક્ટ ર સી.આર.ખરસાણ, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, કાર્યપાલક ઇજનેર એમ.એમ.ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર પાંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, સોનલબેન સોલંકી, પ્રવિણભાઇ પટેલ, પ્રકાશભાઇ આહિર, નગરજનો હાજર રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY