તાઈવાન,તા.૨૦
રોજ લાખ્ખો યુવક યુવતીએ વહેલી સવારથી રાત સુધી મોબાઇલ ફોન પર વિવિધ એપ્સ અજમાવતા હોય છે. પરંતુ આ રીતે કલાકો સુધી મોબાઇલ વાપરવાનું અત્યંત જોખમી સાબિત થઇ શકે છે
તાઇવાનની ૨૫ વર્ષની એક યુવતીએ મોબાઇલ ફોનની બ્રાઇટનેસ વધારવાની લાહ્યમાં પોતાની આંખો ગુમાવી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. આ યુવતીની આંખના નેત્રમણીમાં અસંખ્ય છિદ્રો પડી ગયાં હતાં એમ તાઇવાન ટ્રાઇબ્યુન અખબારના રિપોર્ટમાં જણાવાયું હતું.
આ યુવતી એક કંપનીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. એણે દર મિનિટે સતત કોઇ ને કોઇ ઇન્ક્વાયરીનો જવાબ આપવો પડતો હોય છે. એટલે એ પોતાના મોબાઇલની બ્રાઇટનેસ ફૂલ રાખતી હતી. પરિણામે એની આંખોના કોર્નિયામાં સંખ્યાબંધ છિદ્રો પડી જતાં એ દ્રષ્ટિ ગુમાવી બેસે એવી શકીયતા છે એમ એની સારવાર કરી રહેલા ડાક્ટરોએ જણાવ્યું હતું. એ છેલ્લાં બે વર્ષથી સતત આ રીતે મોબાઇલ ફોન વાપરી રહી હતી. આ યુવતીની ઓળખ ખાસ કારણોથી છૂપાવવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




