ડાંગની વિદ્યાર્થિનીઓએ રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં મેડલ મેળવ્યો

0
25

આણંદ ખાતે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
આહવા, તા.૮

ડાંગ જિલ્લાના સાકરપાતળ સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સહિત સુબિરની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિઘાર્થીનીઓએ કરાટેની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સાથે ચંદ્રકો મેળવીને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
ગત તા.ર અને ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન આણંદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લઇને ડાંગની દિકરીઓએ બે ગોલ્ડ મૅડલ સહિત બે સીલ્વર મૅડલ અને બે બ્રોન્ઝ મૅડલ મેળવીને તેમની ક્ષમતાનો પરિચય આપ્યો છે. કરાટે એસોસિએશન-આણંદ દ્વારા આયોજિત આ કોમ્પિટિશન જુદા જુદા કલર બેલ્ટ, અને વજનની કેટેગરીમાં આયોજિત કરવામાં આવી હતી. ડાંગ કરાટે એસોસિએશન સાથે સંકળાયેલી આ વિઘાર્થીનીઓની આ સફળતા બદલ ડાંગ જિલ્લાના કરાટે એસોસિએશનના ચેરમેન-વ-ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત સહિત પ્રેસિડેન્ટ શ્રી નવજીભાઇ ભોયે, જોઇન્ટ સેક્રેટરી શ્રી હરીરામ સાવંત, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અર્જુનભાઇ સોરટીયા અને રાજેશભાઇ ગામીતે સહયોગ અને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું. ડાંગ કરાટે એસોસિએશનના ચીફ કાચ અને જનરલ સેક્રેટરી શ્રી પી.આર.દીપકકુમાર દ્વારા તાલીમબદ્ધ થયેલી આ વિઘાર્થીનીઓનું, તત્કાલિન ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર સહિતના જિલ્લાના મહાનુભાવો, અને ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત દ્વારા, વધઇ ખાતેના એક જાહેર કાર્યક્રમમાં પણ સન્માન કરાયુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY