રાષ્ટ્રીય સેવા યોજનાના યુવાનો સંકલ્પબદ્ધ
આહવા, તા.૮
ડાંગ જિલ્લા બાળ સુરક્ષા એકમની વિવિધ સામાજિક યોજનાઓનો વ્યાપ વધારવા, તથા તેને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે આહવાની સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના યુવાનો પણ સંકલ્પબદ્ધ થયા છે.
બાળ સંભાળ : આપણા સૌની જવાબદારી વિષયક યોજનાકિય માહિતી છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં કોલેજના એન.એસ.એસ. યુનિટના ૧૦૦ જેટલા સમર્પિત યુવા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરતા ડાંગના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ.ચૌધરીએ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે છેવાડાના જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ કરીને બાળ કલ્યાણની યોજનાઓ, બાળ અધિકારીઓ, બાળ સુરક્ષાની સેવાઓ, બાળ લગન્, બાળ મજુરી, દત્તક બાળકો, શાળામાંથી ડ્રોપ આઉટ થતા બાળકો, સ્થળાંતરીત થતા બાળકો, પોક્સો એક્ટ, જે.જે.એક્ટ સહિતની સામાજિક સુરક્ષાની યોજનાઓની વિસ્તૃત જાણકારી મેળવી, તેનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં સહયોગી બનવાની હિમાયત કરી હતી. દરમિયાન સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકિય સંભાળના શ્રી નિકોલસ વણકર, સામાજિક કાર્યકર શ્રી જયરામ ગાવિત સહિતના તજજ્ઞોએ એન.એસ.એસ.ના સ્વયંસેવકોને ઉપયોગી જાણકારી પુરી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.નરેશભાઇ મહાકાળ, દિલીપભાઇ ગાવિત તથા શ્રી ચીરાગ જાશીએ જહેમત ઉઠાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




