રાકેશ શર્માની બાયોપિક માટે કોઈ વાત નથી આવી : રાજકુમાર રાવ

0
7

મુંબઈ,તા.૧
એ લિસ્ટના ગણાતા થયેલા અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હું દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયો-ફિલમ કરતો નથી. એ વિશે પ્રગટ થયેલા સમાચાર સાચા નથી.
‘વાસ્તવિકતા એ છે કે હજુ આ ફિલ્મ માટે મારો સંપર્ક સુદ્ધાં સાધવામાં આવ્યો નથી. મારા વિશે મિડિયામાં પ્રગટ થયેલા સમાચાર અંગે મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ સાચું કહું તો મને પોતાને આ સમાચારથી નવાઇ લાગી હતી કારણ કે હજુ મારો સંપર્ક સાધવામાં આવ્યો નથી કે મને સાઇન કરવામાં આવ્યો નથી’ એમ રાજકુમાર રાવે કહ્યું હતું.
મૂળ આ ફિલ્મ માટે આમિર ખાનને સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ એની અન્ય ફિલ્મ યશ રાજની ઠગ્સ આૅફ હિન્દુસ્તાન સાથે આ ફિલ્મની તારીખો ક્લેશ કરતી હોવાથી એણે પોતાને બદલે શાહરુખ ખાનને લેવાની ભલામણ કરીને આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ શાહરુખ ખાન આ ફિલ્મ કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
પરંતુ તાજેતરમાં રજૂ થયેલી શાહરુખ ખાનની આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ ઝીરો બોક્સ આૅફિસ પર પીટાઇ ગયા બાદ શાહરુખ ખાને પણ આ ફિલ્મ છોડી દીધી હતી અને કહ્યું હતું કે હવે હું વધુ પ્રયોગો કે અખતરા કરવા માગતો નથી. આ વિશે પૂછતાં રાજકુમાર રાવે કહ્યું કે મારો સંપર્ક સાધવામાં આવશે તો હું એ વિશે વિચારીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY