આહવાની એકલવ્ય મોડેલ સ્કૂલનું વિજય રૂપાણી દ્વારા જાહેર અભિવાદન

0
25

દાહોદ ખાતેના કાર્યક્રમમાં સન્માન કરાયું
આહવા, તા.૮
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી એકલવ્ય મૉડેલ રેસિડેન્શિયલ સ્કૂલની શ્રેષ્ઠ કામગીરી સાથે વિવિધ પરીક્ષાઓ તથા સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તાજેતરમાં દાહોદ ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે શાળાના આચાર્યશ્રીનું જાહેર સન્માન કરાયુ હતું.
સંસ્થા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આહવાની આ શાળા ગુજરાત રાજ્ય ટ્રાયબલ ડેવલપમેન્ટ સોસાયટી-ગાંધીનગર તથા જ્ઞાનધામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. આ શાળામાં ધોરણ-૬ થી ૧ર સાયન્સ અને કોમર્સના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્ના છે. છેલ્લા પાંચ વર્ષોથી ધોરણ-૧૦માં આ શાળાએ ૧૦૦ ટકા પરિણામો મેળવવા સાથે, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં સને ર૦૧૭/૧૮ દરમિયાન ૧૦૦ ટકા પરિણામ મેળવ્યુ હતુ. શાળાના આ ઉત્કૃષ્ટ દેખાવને કારણે તાજેતરમાં દાહોદ ખાતે આયોજિત રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત કેન્દ્રિય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, સહિત રાજ્યના મંત્રીશ્રીઓ સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઇશ્વરસિંહ પટેલ, બચુભાઇ ખાબડ સહિતના મહાનુભાવોના હસ્તે શાળાના પ્રિન્સિપાલ સોનલ મેકવાનનું જાહેર અભિવાદન કરાયુ હતું. શાળાકિય પરિણામો સાથે રાજ્ય અને રાજ્ય બહારની આયોજિત વિવિધ રમતોત્સવમાં પણ શાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા સાથે ડાંગ જિલ્લા સહિત રાજ્યને પણ ગૌરવ અપાવ્યુ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY