પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતનો આપઘાત

0
7

રાણાવાવ,તા.૧૨
રાજ્યમાં આ વખતે વરસાદ ઓછા પડવાના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાને કારણે એક પછી એક ખેડૂતો આપધાત કરી રહ્યા છે. હાલ એક એવો અહેવાલ પોરબંદરથી મળી રહ્યા છે. પોરબંદરના રાણાવાવના ખેડૂતે પાક નિષ્ફળના ડરથી જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વિરમ ઓડેદરા નામના ૫૪ વર્ષીય ખેડૂતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિરમ ઓડેદરા રાણાવાવના મહીરા ગામના નિવાસી છે. રાજ્યમાં ૧૭ દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરને કારણે અથવા પાક નિષ્ફળ જવાથી પાંચ ખેડૂતોએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા છે. આ ઘટનામાં ખેડૂતે બેંક પાસેથી લીધેલા નાણાંની ભરપાઈ ન થતા આપઘાત કરી લીધો હતો. ખેડૂતે સ્યુસાઇટ કરતા પહેલા પોતાનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ત્રણ દિવસમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતના આપઘાતનો આ બીજા બનાવ બન્યો છે. સાતમી ઓક્ટોબરના રોજ ગઢડાના ગુદાળા ગામ ખાતે એક ખેડૂતો પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY