અમદાવાદ,તા.૧૨
હાલ દેશભરમાં ચાલી રહેલું મી ટૂ કેમ્પેઇનમાં દિવસેને દિવસે એક પછી એક યુવતીઓ આગળ આવીને પોતાની આપવીતી જણાવી રહી છે. આ કેમ્પેઇન દ્વારા યુવતીઓને જાણે હિંમત મળી હોય તેમ એક પછી એક અહેવાલો સામે આવી રહ્યા છે. બોલીવુડથી શરૂ થઈને હવે ગુજરાતના અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યા છે. બે યુવતીઓએ આરોપો લગાવ્યા બાદ અમદાવાદની વધુ એક યુવતીએ ફેસબુક પર છેડતીનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદની સુરભી વ્યા નામની યુવતીએ માઇકાના પ્રોફેસર પ્રવિણ મિશ્રા સામે છેડતીનો આરોપ લગાવ્યો છે. સુરભી વ્યા નામની યુવતીએ પ્રોફેસર પર આક્ષેપ લગાવ્યા બાદ માઇકાએ એક્શન લીધું હતું. હાલ પ્રવિણ મિશ્રાને માઇકામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, આ યુવતી પ્રોફેસરના સસરા સાથે કામ કરતી હતી. માઈકાએ કમિટીની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


