
ગાંધીનગર,તા.૬
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોંચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇએમઆરઆઇના સહયોગથી વિકસાવવામાં આવી છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણપ્રધાન વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોંચિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની કેટલીક વિશેષતાઓ છે.ગુજરાતમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘‘૧૮૧ હેલ્પલાઇન’’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’’ ૪ ફેબ્રુઆરી, ર૦૧૪ના રોજથી આ સેવા તાલીમબધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪પ રેસ્કયુ વાન સહિત ૨૪×૭ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ૪,૦પ,૬૦ર કરતાં વધારે મહિલાઓએ વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ માર્ગદર્શન માટે ૧૮૧ હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્કયુવાન સાથે કાઉન્સીલર જઇને ૮ર,૩પ૩ જેટલી મહિલાને મદદ પૂરી પાડેલ છે.
પ૦,૯રપ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કર્યો છે.૨૪,૨૦૬ જેટલી મહિલાની સમસ્યા ગંભીર પ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલિસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસ્કયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


