નાઇજીરિયાના ઉદ્યોગપતિએ કરોડપતિ હોવાની ખાતરી કરવા બેન્કમાંથી પૈસા ઉપાડ્યા..!!

0
59

અબુઝા,તા.૭
આફ્રિકાના સૌથી ધનવાન વ્યકિત એલિકો ડેન્ગોટે જણાવ્યું હતું કે, તેમણે એક વખત બેન્કમાંથી લગભગ ૬૯ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા કેમકે તેઓ ખાતરી કરવા માંગતા હતા કે તેઓ ખરેખર ધનવાન છે અને તેમણે કમાયેલા નાણાં માત્ર કાગળ પર લખેલા આંકડા નથી.
એક રિપોર્ટ મુજબ નાઇજીરિયાના બિઝનેસમેન એલિકો ડેન્ગોટે જણાવ્યું હતું કે, જ્યારે તમે યુવાન હોવ છો ત્યારે તમારા પ્રથમ મિલિયન ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારબાદ તે માત્ર આંકડા છે જે એટલું મહત્વ ધરાવતા નથી. ડેન્ગોટની કંપની સિમેન્ટથી લઇને લોટ સુધી બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
ડેન્ગોટે જણાવ્યું હતું કે, મેં એક વખત બેન્કમાંથી લગભગ ૬૯ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. આ નાણાંને મેં મારી ગાડીમાંમુકિયા, મારા બેડરૂમમાં મુકિયા અને હું માત્ર નાણાંને જાતો રહેતો હતો. ત્યારે મને વિશ્વાસ નથી થતો કે મારી પાસે ખરેખર નાણાં છે અને બીજા દિવસે મેં ફરીથી નાણાં બેન્કમાં જમા કરાવી દીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY