અમદાવાદ,તા.૨૧
સૌથી ઓછી ટ્રાફિક સેન્સ કોનામાં? જા આ અંગે સર્વે કરવામાં આવે તો કદાચ અમદાવાદીઓ અવ્વલ નંબરે આવે. સિગ્નલ તોડવું, રોંગ સાઈડ પર વાહન ચલાવવું, હેલ્મેટ કે લાઈસન્સ વિના જ રાઈડ કરવી, ત્રિપલ તો કિયારેક ચોમ્બલ સવારીમાં પણ નીકળી જાય તેવા અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે. કુણું વલણ ધરાવતી અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કોઈને છોડવાના મૂડમાં નથી.
રોંગ સાઈડમાં વાનો હંકારતા લોકો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી છે. ગઈ કાલે અમદાવાદ પોલીસે કુલ ૨૬૦૦ લોકોનાં ચલણ કાપ્યાં હતાં જેઓ રોંગ સાઈડ પર પોતાનું વાહન ચલાવી રહ્યા હતા. આવા ડ્રાઈવર્સ સામે પોલીસે પોતાનો આકરો મિજાજ બતાવ્યો છે. ઉપરાંત સ્પષ્ટ ચેતવણી આપતા અમદાવાદ ટ્રાફિક પોલીસે કહ્યુંકે કાલે ૨૬૦૦નાં ચલણ કપાયાં આજે પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, ખુદની અને બીજાની જીંદગી ખતરામાં ન નાખતા.
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સમસ્યા મામલે નારાજ હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને સમન્સ મોકલ્યા બાદથી અમદાવાદ ટ્રાફિક પોલીસે કોઈને ન છોડવાની નીતિ અપનાવી છે. આ સિલસિલામાં જ એલિસબ્રિજના ધારાસભ્યનું પણ ચલણ કાપવામાં આવ્યું હતું, કેટલાક પોલીસ કર્મચારીઓ તો અન્ય અધિકારીઓનાં પણ ચલણ કપયાં હતાં. અમદાવાદીઓ ટ્રાફિક સેન્સમાં સમજતા થાય તે માટે પોલીસે થોડા દિવસ માટે તેમને ચલણમાંથી રાહત આપી હતી છતાં કૂતરાની પૂંછ વાંકીને વાંક જ રહે તે કહેવત અમદાવાદીઓએ સાબિત કરી બતાવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



