બે સ્કૂલ બસ વચ્ચે અકસ્માતઃ ૨૫ બાળકોનો આબાદ બચાવ

0
129

સુરત,તા.૭
સુરતમાં બે સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ૨૦થી ૨૫ બાળકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં એક બસના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડના અંભેટા ગામ પાસે વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારે બે સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નાની સ્કૂલ બસમાં બેઠેલા ૨૦થી ૨૫ જેટલા બાળકોને સદનસિબે આબાદ બચાવ થયો છે. બસ ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રÌšં છે.
વિગતવાર ઘટના જાઈએ તો, વહેલી સવારે ધ મિલેનિયમ સ્કૂલની બસ અને તપ્તી વિલે ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, જેમાં તપ્તીવિલે સ્કૂલ બસની ડ્રાઈવર સાઈડ પૂરી અંદર દબાઈ ગઈ હતી. આ બસમાં લગભગ ૨૦થી ૨૫ બાળકો સવાર હતા.
બસના ઘાયલ ડ્રાઇવરને ૧૦૮ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રÌšં છે. આ ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીને થતાં, તેમના જીવ તાળવે ચોટી ગયા હતા. જાકે, પોતાના બાળકોને સુરક્ષિત હોવાનું માલુમ પડતા માતા-પિતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્કૂલ બસ માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી છે, પરંતુ મોટાભાગની સ્કૂલ બાળકોની સુરક્ષા પ્રત્યે બેદરકારી રાખે છે અને મનમાની ચલાવી સુપ્રિમકોર્ટની ગાઈડલાઈની અવગણના કરે છે, અને બાળકોના જીવ જાખમમાં મુકે છે. દરેક માતા પિતાએ સચેત રહી આ મુદ્દે ધ્યાન રાખવું જાઈએ કે તમે તમારા બાળકને જે સ્કૂલ બસમાં મોકલો ચો તે કેટલી સેફ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY