ઉમલ્લા ની પાણેથા આઉટ પોસ્ટ ના ASI 15000 ની લાંચ લેતા ઝડપાયો

0
60

જુગારમાં ઝપાયેલા જુગારીને પર કેશ નહિ કરા 15000 ની લાંચ માંગી હતી.

રાજપીપળા : ભરૂચ જિલ્લાના ઉમલ્લાની પાણેથા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI જશવંત વસાવા જુગાર ના કેશમાં પકડાયેલા વ્યક્તિ વિરુદ્ધ કેશ નહિ કરવા ના સેટિંગ બાબતે એક દિપક નામના વ્યક્તિ પાસે 15000 ની લાંચ માંગી હતી જે બાબતે નર્મદા ACB માં ફરિયાદ કરતા નર્મદા ACB એ આ ASI ને લાંચ લેતા ઝડપી પાડતા ચકચાર મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પેહલા પાણેથા ગામમાં જુગાર રમતા અમુક લોકોને પકડ્યા હતા. જેમાં જુગારનો કેસ નહિ કરવા દિપક નામના વ્યક્તિ પાસે આ જસવંતે સ્થાનિક વ્યક્તિ પાસે કોઈ કાર્યવાહી નહીં કરવા 15000 ની લાંચ માંગી હતી.

જે બાબત ની દીપકે નર્મદા ACB માં ફરિયાદ કરી હતી નર્મદા ACB ના પી આઈ પી ડી બારોટ અને એમની ટીમે ફરિયાદ ના આધારે છટકું ગોઠવ્યું અને આજે પાણેથા આઉટ પોસ્ટમાં જ 15000 રૂપિયા ની લાંચ લેતા આ ASI જસવંત રંગે હાથ ઝડપાયો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને આ ASI એ કોનાં ઈશારે આ નાણાં માંગ્યા હતાં જેમાં પીએસઆઇ કે કોઈ પીઆઇ નો હાથ છે કે નહિ એ બાબત ની પોલીસ ઇન્સ્પેક્ટર ACB નર્મદા તપાસ હાથ ધરી છે. આગળ ની તપાસ ભરૂચ એ સી બી કરશે એમ પણ જાણવા મળ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,  9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY