અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલનો દેશની સર્વશ્રેષ્ઠ સ્કૂલોમાં સમાવેશ

0
8

એલિટ ઈન્ડિયા દ્વારા શાળાને શ્રેષ્ઠ સ્કૂલ અંગે પ્રમાણપત્ર એનાયત
અંકલેશ્વર, તા.૨૧
અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલનો સમાવેશ દેશની સર્વશ્રેષ્ઠ સ્કૂલોની યાદીમાં થતાં સંચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
દેશની અગ્રગણ્ય સંસ્થાઓ ડીજીટલ લર્નિંગ એન્ડ એલિટ ઈન્ડિયા દ્વારા પ્રતિવર્ષનાં પરિણામોનાં આધારે શ્રેષ્ઠ શાળાઓની સૂચિ બહાર પાડવામાં આવે છે. આ સર્વેમાં દેશની તમામ શાળાઓનો સમાવેશ કરાય છે. આ વર્ષે અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલના દેશની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં પસંદગી થઈ છે. તા.૧૮મીના રોજ પુના ખાતે યોજાયેલ એક સમારોહમાં આરએમપીએસ સ્કૂલને સર્ટીફિકેટ એનાયત કરાયું હતું. આરએમપીએસ સ્કૂલની આ સિદ્ધિ બદલ શાળાનાં ટ્રસ્ટી ગણે આચાર્ય અભિષેક બાગચી તથા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY